જમીન અમારા ગામની નથી કોઈના બાપની: મોરબીના જેતપર ગામે ખાનગી વીજ કંપનીના વીજ પોલના વળતર મામલે ખેડૂતો ના આજથી આમરણાંત ઉપવાસ શરૂ મોરબીના જેતપર ગામ નજીક અજાણ્યા છ જેટલા શખ્સોએ પેટ્રોલ છાંટીને હિટાચી મશીન સળગાવી દીધું: 14 લાખનું નુકસાન મોરબીમાં પતિ-પત્નીના ઝગડામાં વચ્ચે પડેલ દિકરીના માથામાં પિતાએ લાકડાની પટ્ટી મારતા ચાર ટાંક આવ્યા હળવદમાં ભલગામડા નજીક વાડીએથી તમંચા ઝડપાયો, આરોપીની શોધખોળ મોરબીના રવાપર અને વાંકાનેરના વીડી જાંબુડીયા ગામે જુગારની જુદીજુદી બે રેડ: કુલ 12 શખ્સ પકડાયા હળવદના ઘનશ્યામપુર ગામે તળાવમાં ન્હાવા પડેલા ત્રણ પૈકી એક યુવાનનું ડૂબી જવાથી મોત તેરા તુજકો અર્પણ: મોરબીમાથી પોલીસે ૭.૦૮ લાખના ૩૨ મોબાઈલો અને ૧.૭૫ લાખનો સોનાનો ચેન શોધીને અરજદારને પરત આપ્યો મોરબીમાં વ્યાજવટાવના અનેક ગુનામાં સંડોવાયેલ ઇસમ પાસા હેઠળ જેલ હવાલે
Breaking news
Morbi Today

ટંકારામાં જમીના દસ્તાવેજ લેવા જતા અરજદારોને એક જ જવાબ હોનારતમા રેકર્ડ તણાઈ ગયું !


SHARE











ટંકારામાં જમીના દસ્તાવેજ લેવા જતા અરજદારોને એક જ જવાબ હોનારતમા રેકર્ડ તણાઈ ગયું !

તાજેતરમાં ટંકારાના જબલપુર ગામના રહેવાસી પ્રવીણભાઈ પરમાર અને મહેશભાઈ ગોપાણીને પૌસા આપી પંચરોજકામની કોપી લેવાની ફરજ પડી હતી ત્યારે અરજદારો પાસેથી મળતી માહિતી મુજબ કચેરીમાં બેઠેલા કર્મચારી ઉડાવ અને અવ્યાજબી જવાબ આપી અરજદારને વચેટીયા પાસે જવા મજબૂર કરે છે ! અને રેવન્યુ વિભાગના સ્ટાફ દ્વારા આર્જદારોને હોનારતમા દસ્તાવેજ તણાઈ ગયું છે તેવા જ જવાબ આપવામાં આવે છે અને અરજદારે કરેલી અરજીનો જવાબ પણ મળતો નથી જો કે, પહેલા વહીવટ પછી કામ ! આ ખરેખર કયારે બંધ થશે તે સૌથી મોટો સવાલ છે

ટંકારા તાલુકાના જબલપુરના ખેડૂતને એના ખેતીના એક કાગળ માટે એક લાખ આપવા પડ્યા એ મુદે વિડીયો અને ઓડિયો વાયરલ થયા બાદ તંત્ર દ્વારા વચેટીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે જો કે, સૌ મણનો સવાલ તો અહી એ ઊભો થયો છે કે અરજદારે વચેટીયાનો સંપર્ક શા માટે કરી પૈસા આપવા પડ્યા?  ગત માર્ચના આખરમા પમીબેન પરમારે એના પંચરોજકામની નકલ માટે મામલતદાર કચેરી અને પ્રાંત કચેરી મોરબીને લેખિત અરજી કરી હતી અને ઈન્વડ વેળાએ જ કરમટ અને પ્રજા વત્સલ કચેરીના કર્મચારીએ પોતાના પાસે રહેલો સૌથી ખતરનાક જવાબ કે, આ કાગળ અહી નહી મળે બધુ તણાઈ ગયું છે! મોઢા મોઢ જણાવી દીધું હતું

વાત એટલેથી અટકતી  નવાઇ તો એ છે કે માર્ચ મા કરેલ અરજીનો મે મહિનામાં પણ જવાબ મળ્યો નથી. હવે આ વચેટીયા સુધી પહોંચવામાં મુખ્ય ભુમિકા કોની? અને આ અટકાવવા શું કરવુ પડે અને તંત્ર અને વાતોના વડા કરતા કહેવાતા નેતાઓ અને સંકલન સમિતિના બિન રાજકીય લોકોએ શું કર્યુ છે જેથી આ સમસ્યામાથી સામાન્ય ગરીબ અને કોઈની લાગવગ વિના બંધારણીય અધિકાર મુજબ એનો હક્ક અને હિસ્સો મેળવી શકે ?

હાલે તો મોરબી જિલ્લાની તથા તાલુકા મથકની કચેરીઓમાં વચેટીયાઓ ટંકારા ઘટનાને પગલે સમર વેકેશનમા જતાં રહ્યા છે પરંતુ એ ખુલ્લે આમ કહી રહા છે કે, અમારા વિના અરજદારનો ઉધાર નથી ! અને વાત પણ વહેવારીક કરે છે જ્યા સુધી વહીવટી તંત્ર વહેવારીક નહી થાય ત્યા સુધી વચેટીયાનો કારોબાર બેરોકટોક ચાલતો રહેશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી






Latest News