મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ, એક શખ્સની શોધખોળ


SHARE











મોરબીના રવાપર ગામે ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની ધરપકડ, એક શખ્સની શોધખોળ

મોરબી નજીકના રવાપર ગામના ઝાપા પાસે જાહેરમાં મોબાઈલ ફોન ઉપર ટી ટ્વેન્ટી ક્રિકેટ મેચ જોઈને તેના ઉપર ક્રિકેટ સટ્ટો રમતા એક શખ્સની પોલીસે રેડ કરીને ધરપકડ કરેલ છે અને તેની પાસેથી ૬૬૬૦ નો મુદામાલ કબજે કરવામાં આવ્યો છે તેમજ તેની પાસેથી વધુ એક શખ્સનું નામ સામે આવ્યું હોવાથી પોલીસે તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામના ઝાપા પાસે પોલીસે ક્રિકેટ સટ્ટાની રેડ કરી હતી ત્યારે રવાપર ગામ પાસે આવેલ બોની પાર્કમાં શ્રીજી હાઈટના ફ્લેટ નંબર ૪૦૪ માં રહેતો હરેશભાઈ રણછોડભાઈ ફેફર જાતે પટેલ (૪૫) નામનો યુવાન ટી ટ્વેન્ટીની ક્રિકેટ મેચ મોબાઈલ ફોન ઉપર જોઈને તેના ઉપર હાર જીતનો જુગાર રમતા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે ૬૬૦ રૂપિયા રોકડા તથા બે મોબાઈલ ફોન મળીને ૬૬૬૦ ની કિંમતનો મુદ્દામાલ તેની પાસેથી કબજે કર્યો હતો અને હરેશ ફેફરની ધરપકડ કરવામાં આવી હતી અને તેની પાસેથી અલીભાઈ રહે. મોરબી વાળાનું નામ સામે આવ્યું હોય તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે

દેશી દારૂ

મોરબી નજીકના લીલાપર ગામ પાસે આવેલ ધ્રુવ ક્રાફ્ટ કારખાનાના પાછળના ભાગમાં મચ્છુ નદીના પટમાં પોલીસે દારૂની ભઠ્ઠી ઉપર રેડ કરી હતી ત્યારે ત્યાંથી દેશી દારૂ બનાવવા માટે થઈને ઉપયોગમાં લેવામાં આવતો ૪૦૦ લીટર આથો તથા ભઠ્ઠીના અન્ય સાધનો મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૮૦૦ રૂપિયાની કિંમતમાં મુદ્દામાં કબજે કર્યો હતો અને આ દેશી દારૂની ભઠ્ઠી નવઘણભાઈ જેઠાભાઈ દેગામા જાતે કોળી રહે. લીલાપર વાળાની હોવાનું સામે આવતા પોલીસે તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News