મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના નવાગામે રીક્ષાના કાચ તુટવા બાબતે બોલાચાલી કર્યા બાદ છરી-ધોકા વડે પરીવાર ઉપર હુમલો


SHARE







મોરબીના નવાગામે રીક્ષાના કાચ તુટવા બાબતે બોલાચાલી કર્યા બાદ છરી-ધોકા વડે પરીવાર ઉપર હુમલો

મોરબી તાલુકાના નવાગામ (લખધીરનગર) ગામે પરિવાર ઉપર છરી તથા ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે જેમાં રીક્ષા અથડાયા બાદ રીક્ષાનો કાચ તૂટી જવા જેવી સામાન્ય બાબતે હુમલાખોર માનસીકતા ધરાવતા ચાર ઇસમોએ છરી અને ધોકા વડે નવાગામના રહેવાસી પરિવાર ઉપર ઘરે જઈને હુમલો કર્યો હોય હાલ તાલુકા પોલીસ મથક ખાતે આ અંગે ગુનો નોંધાવા પામ્યો છે.અત્રે નોંધનીય છે કે મોરબી જિલ્લામાં પોલીસની ધાક દિવસેને દિવસે ઘટી રહી છે અને ગુનેગારો પોલીસના ભય વિના ગુના આચરી રહ્યા હોય તેવા બનાવો વારંવાર બની રહે છે તે નરી વાસ્તવિકતા છે.

મોરબી તાલુકા પોલીસ મથક ખાતે નોંધ થવા પામી હતી કે મોરબીના નવાગામ (લખધીરનગર) ખાતે મારામારી થઈ છે જેમાં ભુપત લાભુભાઇ જીંજુવાડીયા (૪૫), અશોક નાથાભાઇ જીંજુવાડીયા (૩૫), કિશન ભુપતભાઇ જીંજુવાડીયા (૧૯) અને સંગીતાબેન અશોકભાઈ જીંજવાડીયા (૩૨) રહે.ચારેય નવાગામ (લખધીરનગર) તા.જી.મોરબી વાળાઓ ઉપર આઠ-નવ લોકોએ છરી-ધોકા વડે હુમલો કરતા સારવારમાં પ્રથમ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા અને બાદમાં ક્રિષ્ના હોસ્પિટલે લઈ જવામાં આવ્યા હતા.જ્યારે સામેના પક્ષના કરણ જેરામભાઇ સુરેલા (૨૩), આરીફ જાનમામદ (૨૧) રહે.બંને લીલાપર રોડ મોરબી, મકસુદ મહેબુબ શામદાર (૨૦) રહે.મકરાણીવાસ મોરબી અને ઇમરાન મામદભાઇ સુમરા (૨૬) રહે.લીલાપર રોડ મોરબી વાળાઓને ઇજાપહોંચી હતી જેથી સારવારમાં સિવિલે ખસેડાય હતા.બનાવ બાદ સારવાર કરીને હોસ્પિટલ દ્રારા તાલુકા પોલીસને જાણ કરાતા તાલુકા પોલીસ મથકના હેડ કોન્સટેબલ જે.પી.વસીયાણીએ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે જઇ ઇજા પામનારની ફરીયાદ નોંધી હતી.

જેથી હુમલાની ઘટનામાં ભોગ બનેલા પૈકીના અશોકભાઇ નાથાભાઇ જીંજુવાડીયા જાતે કોળી (ઉ.વ.૩૦) ધંધો રીક્ષા ડ્રાઇવીંગ રહે.નવાગામ (લગધીરનગર) તા.જી.મોરબીએ કરણભાઇ જેરામભાઇ સુરેલા રહે.લીલાપર રોડ, નિલકમલ સોસાયટી મોરબી, આરીફ જાનમામદભાઇ સુમરા, ઇમરાન જાનમામદભાઇ સુમરા અને મકસુદ મહેબુબભાઇ ફકીર રહે.ત્રણેય લીલાપર રોડ, મોરબી સામે ફરીયાદ નોંધાવતા જણાવ્યું હતુ કે, નવાગામના ઝાંપા નજીક આવેલ ખોડીયાર માતાજીના મંદિર પાસે બનેલ અકસ્માતના બનાવ બાદ ઝગડો કરીને હુમલો કરવામાં આવ્યો હતો.વધુમાં અશોકભાઇએ પોલીસને જણાવ્યું હતુ કે, તેમને કરણ સુરેલાની સાથે રીક્ષાના કાચ તુટવા બાબતે બોલાચાલી ઝઘડો થયેલ તે બાબતનો ખાર રાખીને ઉપરોકત ચારેય ઇસમો અલગ અલગ ત્રણ રીક્ષા લઇ તેમની રીક્ષાનો પીછો કરી નવાગામ રોડ ઉપર ખોડીયાર માતાજીના મંદીર સુધા આવ્યા હતા જયાં તેઓને આંતરી રીક્ષા ઉભી રખાવીને નીચે ઉતારી અશોકભાઇને ગાળો આપતા અશોકભાઇએ ગાળો આપવાની ના પાડતા કરણ સુરેલા એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને અશોકભાઇને ડાબા હાથના કોણીના ભાગે લોખંડનો પાઇપ માર્યા બાદ માથામાં છરીનો એક ધા મારી માથામાં ઇજા કરી હતા તથા અશોકભાઇને છોડાવવા માટે વચ્ચે પડેલ સાહેદ કિશનભાઇને મકસુદ ફકીરે માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામાં ઇજા કરી હતી તથા સાહેદ ભુપતભાઇને આરીફ સુમરા તથા ઇમરાન સુમરાએ માથાના ભાગે લાકડાનો ધોકો મારી માથામાં ગંભીર ઇજા કરી બેભાન કરી દીધા હતા તેમજ અશોકભાઇના પત્નિ સંગીતાબેન છોડાવના વચ્ચે પડતા કરણ સુરેલાએ તેણીને પણ શરીરે મુઢ માર મારીને તમામને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી.હાલ અશોકભાઇની ઉપરોકત ફરીયાદ આધાર તાલુકા પોલીસે આઇપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૩૨૬, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા ૧૩૫ મુજબ ગુનો નોંધેલ છે જેની આગળની તપાસ બીટ વિસ્તારના હેડ કોન્સ્ટેબલ જે.પી.વસીયાણી ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પી લેતા સારવારમાં

માળીયા મીંયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતો યુવાન ફિનાઈલ પી જતા તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ માળિયા મીંયાણાના વવાણીયા ગામનો રહેવાસી મનોજ હમીરભાઈ ચાવડા નામનો ૩૩ વર્ષનો યુવાન તેના ઘરે વવાણીયા ગામે કોઈ અગમ્ય કારણોસર અજાણી માત્રામાં ફીનાઇલ પી ગયો હોય તેને ઉલ્ટી ઉબકા થવા લાગતા તેને સારવાર માટે મોરબી આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો હોસ્પિટલ ખાતે તેની સારવાર કરવામાં આવ્યા બાદ પોલીસમાં જાણ કરાતા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ માળિયા પંથકનો હોય માળિયા પોલીસને આ અંગે આગળની તપાસ માટે જાણ કરવામાં આવી હતી.






Latest News