મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના સરવડ ગામે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ


SHARE







માળીયા (મી)ના સરવડ ગામે મહિલા અને બાળ કલ્યાણ વિભાગ દ્વારા મહિલાઓ માટે કાયદાકીય શીબીર યોજાઈ

મોરબી મહિલા અને બાળ અધિકારીની કચેરી દ્વારા પટેલ સમાજની વાડી સરવડ ગામ ખાતે મહિલાઓ માટે ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માર્ગદર્શન શીબીર/સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજેશભાઇ બદ્રકિયા દ્વારા કાયદા વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. વધુમાં તેમણે મહિલાઓ માટે કાયદો કેવી રીતે મદદરૂપ બની શકે તથા મહિલાઓ ક્યાંથી કાયદાકીય મદદ મેળવી શકે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. મોરબી રક્ષણ અધિકારીશ્રી નિલેશ્વરીબા ગોહિલ દ્વારા રક્ષણ અધિકારી તરીકેની ફરજો તથા આ કાયદા પ્રત્યે મહિલાઓ વધુ ને વધુ જાગૃત બને તે માટેની વિગતો આપવામાં આવી હતી. મહિલાઓના જીવનમાં સામાજીકરણની ભૂમિકા વિશે પણે તેમણે વિસ્તૃત સમજ આપી હતી. મોરબી મહિલા અને બાળ અધિકારી કે.વી. કાતરીયાએ મહિલા અને બાળ વિભાગ દ્વારા કાર્યરત વિવિધ યોજનાઓ જેવી કે, વ્હાલી દિકરી યોજના, બેટી બચાવો બેટી પઢાવો, ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન યોજના, મહિલા સ્વાવલંબન યોજના તથા વિભાગ દ્વારા ચાલતા વિવિધ કેન્દ્રો જેવા કે, પોલીસ બેઇઝ્ડ સપોર્ટ સેન્ટર, સખી વન સ્ટોપ સેન્ટર, વિવિધલક્ષી મહિલા કલ્યાણ કેન્દ્ર વગેરે વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ સેમિનારમાં સરવડ ગામ તથા આસપાસ ગામની મહિલાઓએ ઉપસ્થિત રહી માર્ગદર્શન મેળવ્યું હતું






Latest News