મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા


SHARE







મોરબીમાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમતા ત્રણ જુગારી પકડાયા

મોરબીના માધાપર વિસ્તારમાં આવેલ ઝાપા પાસે જુગાર રમતા હોવાની હકીકાત આધારે પોલીસે જુગારી રેડ કરી હતી ત્યારે ત્યાં ચલણી નોટના નંબર આધારે જુગાર રમવામાં આવતો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે ૪૫૨૦ રૂપિયાની રોકડ કબજે કરીને ત્રણ શખ્સોની ધરપકડ કરી તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના માધાપર વિસ્તારમાં ઝાપા પાસે જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં જુગારની રેડ કરવામાં આવતા ચલણી નોટના નંબરના આધારે જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસ જ સ્થળ ઉપરથી મુસ્તાકભાઈ હાજીભાઈ હાજીભાઈ સુમરા (૨૫), આશીફભાઈ હાજીભાઈ જીંદીયા (૨૮) અને સુનિલભાઈ નટુભાઈ દેથરીયા (૪૦) રહે. ત્રણેય મોરબી વાળાને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા અને તેની પાસેથી ૪૫૨૦ ની રોકડ કબજે કરી હતી અને આ ત્રણેય શખ્સોની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જુગારી પકડાયા

મોરબી તાલુકાના ધરમપુર ગામે આવેલ પ્રાથમિક શાળા પાછળના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે મોરબી તાલુકા પોલીસની ટીમ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા રાજેશભાઈ અમરશીભાઈ મકવાણા (૩૦) અને રમેશભાઈ રામજીભાઈ મુછડીયા (૪૨) જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે તેની પાસેથી ૭૪૦ ની રોકડ કબજે કરી હતી અને તેની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.






Latest News