મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મધ્યપ્રદેશની વધુ એક સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી


SHARE







મધ્યપ્રદેશની વધુ એક સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવી

મોરબી પંથક  હાલમાં ગુનેગારો માટે સ્વર્ગ સમાન હોય તેવુ સામે આવી રહ્યું છે. એક પછી એક એવા બનાવો સામે આવી રહ્યા છે કે જેમા ગુના આચરીને આરોપીઓ મોરબી પંથકમાં આશરો મેળવી રહ્યા છે અને અહીંના સિરામીક સહીતના કારખાનાઓ ગુનેગારો માટે સ્વર્ગ સમાન બની રહ્યા છે તેઓ જ વધુ એક બનાવ સામે આવ્યો છે જેમાં મધ્યપ્રદેશના નલખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી અપહરણ કરવામાં આવેલ સગીરા આરોપી સાથે મોરબીમાંથી મળી આવતા હાલ એમપી પોલીસે બંનેને હસ્તગત કરી તપાસ માટે એમપી લઈ જવાયા હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશના નલખેડા પોલીસ સ્ટેશનના એએસઆઇ નાનુરામ બધેય બાતમીના આધારે મોરબી આવ્યા હતા અને ત્યાં તેઓના પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ ૩૬૩ હેઠળ નોંધાયેલ અપરણના ગુનામાં ભોગ બનેલ સગીરા આરોપી આશિષ બાલચંદ રહે.હિરેનખડી ધરોલા જિલ્લો નલખેડા મધ્યપ્રદેશ સાથે મોરબીના જેતપર પીપળી રોડ ઉપર આવેલ ગ્રીજોલ સીરામીક નજીકથી મળી આવતા બંનેને પકડીને એમપી પોલીસ સાથે લઈ ગઇ હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં બે ને ઇજા

મોરબીના હળવદ રોડ ઉપર ઘુંટુ ગામ પાસે રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં બે યુવાનોને ઇજા પહોંચતા શહેરના સામાકાંઠે સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.આ રીક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં જયેશ લાલજીભાઇ મોરડીયા (ઉમર ૪૭) રહે.રોયલ પાર્ક પીપળી રોડ અને વિષ્ણુ ધનજીભાઇ કેરાળીયા (ઉમર ૩૬) રહે. હરિઓમ પાર્ક ઘુંટુ તા.મોરબી વાળાઓને ઈજા પહોંચી હતી જેથી બંનેને સારવારમાં ખસેડાયા હતા હાલ બનાવ સંદર્ભે સારવાર કર્યા બાદ હોસ્પિટલ તરફથી તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસ મથકના જે.પી.પટેલ દ્વારા અકસ્માત બનાવની આગળની તપાસ કરવામાં આવી રહી હોવાનું જાણવા મળેલ છે.






Latest News