મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના રવાપર-નવાડેલા રોડે બે મકાનમાંથી ૪૪ બોટલ દારૂ કબજે : એકની ધરપકડ, એકની શોધખોળ


SHARE







મોરબીના રવાપર-નવાડેલા રોડે બે મકાનમાંથી ૪૪ બોટલ દારૂ કબજે : એકની ધરપકડ, એકની શોધખોળ

મોરબી નજીકના રવાપર ગામ પાસે આવેલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતા શખ્સનાં ઘરમાં દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસ દ્વારા તેના ઘરમાં દારૂની રેડ કરવામાં આવતા ઘરમાંથી દારૂની ૩૨ બોટલ મળી આવી હતી જેથી પોલીસે ૧૨ હજાર રૂપિયાની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને આરોપીની ધરપકડ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી જો કે, નવા ડેલા રોડ ઉપર ઘરમાં રેડ કરી હતી ત્યારે ત્યાંથી દારૂની ૧૨ બોટલો મળી આવી હતી પરંતુ બુટલેગર હાજર ન હોવાથી તેને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે. 

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી નજીકના રવાપર ગામે આવેલ શિવ શક્તિ સોસાયટીમાં રહેતા એભલભાઈ ડાંગરના ઘરમાં દારૂનો જથ્થો હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરની અંદર દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ૩૨ બોટલ દારૂની મળી આવતા પોલીસે ૧૨ હજાર રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી એભલભાઈ ખેંગારભાઈ ડાંગર જાતે આહિર (૨૨) રહે. શિવ શક્તિ સોસાયટી રવાપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો કોની પાસેથી લાવ્યો હતો તે દિશામાં હાલમાં મોરબી સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આવી જ રીતે મોરબી શહેરના નવા ડેલા રોડ ઉપર રહેતા હિતેશ ધોળકિયાના ઘરમાં પણ દારૂનો જથ્થો હોવાની બાતમી મળી હતી જેના આધારે પોલીસે તેના ઘરમાં દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની બાર બોટલો મળી આવતા પોલીસે ૪૫૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને આરોપી હિતેશ ઉર્ફે મોઢ્યો ચંદ્રકાંતભાઈ ધોળકિયા રહે. નવાડેલા રોડ વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરેલ છે.






Latest News