મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

વાંનેરના ભલગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા ઇજા પામેલ મહિલાનું મોત: ગુનો નોંધાયો


SHARE











વાંનેરના ભલગામ પાસે બાઈક સાથે બાઈક અથડાતા ઇજા પામેલ મહિલાનું મોત: ગુનો નોંધાયો

વાંકાનેર તાલુકાના ભલગામ પાસે બાઈક સાથે બાઈક અથડાવાનો બનાવ બન્યો હતો અને અકસ્માતના આ બનાવમાં યુવાનના બાઈકમાં પાછળ બેઠેલ તેના ભાભીને માથાના ભાગે ગંભીર ઇજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ મહિલાને સારવાર માટે લઇને આવ્યા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું હતું જેથી કરીને હાલમાં મૃતક મહિલાના દિયર દ્વારા અકસ્માત સર્જનહાર બાઈક ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધાવતા પોલીસો આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે વાંકાનેર તાલુકાના ભલગામ ખાતે રહેતા માલાભાઈ મંગાભાઈ ડેંગડા (૨૬) એ હાલમાં નંબર પ્લેટ વગરના બાઇક ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેણે જણાવ્યું છે કે વાંકાનેર તાલુકાના ભલગામ પાસેથી તેઓ પોતાનું બાઈક નંબર જીજે ૩૬ એ ૫૮૩૯ લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓના બાઈકમાં તેમની પાછળના ભાગે તેના ભાભી વર્ષાબેન બેઠેલા હતા દરમિયાન આરોપીએ તેના હવાલા વાળુ બાઈક ફરિયાદીના બાઈક સાથે અથડાવતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને ત્યારે ફરીયાદીના બાઇકમાં બેઠેલ વર્ષાબેન રસ્તા ઉપર નીચે પટકાતા તેને માથામાં અને શરીરે ઇજાઓ થઈ હતી જેથી કરીને ગંભીર ઇજા થતા તેઓને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને હોસ્પિટલેથી સારવાર લઈને ઘરે આવ્યા બાદ તેઓને માથામાં દુખાવો પડ્યો હતો જેથી કરીને બેભાન હાલતમાં તેને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેમનુ મોત નિપજ્યુ હતુ જેથી કરીને મૃતકના દિયર દ્વારા હાલમાં અકસ્માત સર્જનાર બાઈક ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જુગારની રેડ

વાંકાનેર તાલુકાના વીડી જાંબુડીયા ગામે જાહેર ચોકમાં જુગાર રમતા હોવાની સ્થાનિક પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જુગારીઓમાં નાશભાગ મચી ગઈ હતી જોકે પોલીસે સ્થળ ઉપરથી પ્રવીણભાઈ પાંચાભાઇ કાંજિયા (૩૫), અર્જુનભાઈ ભાવેશભાઈ કાંજીયા (૧૯), સતીષભાઇ હર્ષદભાઈ વૈષ્ણવ (૪૫) અને કિશનભાઇ જેમાભાઈ દેકાવાડિયા (૧૯) રહે બધા વીડી જાંબુડીયા વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી ૭૦૦ રૂપિયા ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે જોકે પોલીસને જોઈને કિશનભાઇ દાનાભાઈ કાંજીયા રહે વીડીજાંબુડીયા વાળા નાસી ગયો હોય તેને પકડવા માટે વાંકાનેર તાલુકા પોલીસ દ્વારા તજવીજ શરૂ કરાય છે.






Latest News