મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વૃદ્ધ પાસેથી જેલમાં બેઠા બે લાખની ખંડણી માંગનાર ડાડો જેડાની ધરપકડ


SHARE







મોરબીમાં વૃદ્ધ પાસેથી જેલમાં બેઠા બે લાખની ખંડણી માંગનાર ડાડો જેડાની ધરપકડ

મોરબીના વીસીપરામાં રહેતા વૃદ્ધ પાસે જેલમાંથી ફોન કરીને રૂપિયા બે લાખ આપી દેજે નહિંતર પેરોલ ઉપર છુટીશ ત્યારે સારા વાના નહીં રહે જાન મારી નાખીશ. તેવી ધમકી આપવામાં આવી હતી જે ગુનામાં અગાઉ એક આરોપીને પકડીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો અને જેલમાં બેઠા બેઠા જે શખ્સ દ્વારા ફોન કરીને ખંડણી માંગી હતી જેનો કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે બી ડિવિઝન પોલીસે કબજો લઈને આરોપીની ધરપકડ કરીને તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે

મોરબીના વીસીપરામાં રમેશ કોટર મીલ પાસે રહેતા અને લાકડાનો ધંધો કરતા હરગોવિંદભાઈ દયારામભાઇ ચૌહાણ જાતે સતવારા (૬૨)એ અલ્લારખા તાજમામદ જેડા અને જેલમાં બંધ તેના ભાઈ ડાડો તાજમામદ જેડા સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના ડેલે અલ્લારખા તાજમામદ જેડા ચાલુ ફોન લઈને આવ્યો હતો અને તેના ફોનમાં જેલમાં બેઠેલ ડાડો તાજમામદ જેડાએ તેની સાથે વાત કરી હતી ને બેફામ ગાળો આપી હતી અને ત્યાર બાદ રૂપિયા બે લાખની ફરિયાદી પાસે ખંડણી માગી હતી અને જો પૈસા નહીં આપે તો પેરોલ ઉપર છૂટ્યા બાદ જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી જેથી હરગોવિંદભાઈ ચૌહાણની ફરિયાદ લઈને પોલીસે અગાઉ આરોપી અલ્લારખા તાજમામદ જેડાની ધરપકડ કરી હતી અને તેને કોર્ટમાં રજૂ કરીને જેલ હવાલે કર્યો હતો જો કે, આ ગુના સબ જેલમાં રહેલા ડાડો તાજમામદ જેડાને પકડવાનો બાકી હતો દરમ્યાન ડાડુ ઉર્ફે ડાડો ઉર્ફે રફીક તાજમામદ જેડા જાતે મિયાણા (૩૩) રહે. હાલ સબ જેલ મોરબી વાળાનો કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટના આધારે મોરબી બી ડિવિઝન પીઆઇ પી.એ. દેકાવાડિયા દ્વારા કબજો લઈને આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે ત્યારે ખરેખર જેલમાં રહેલા આરોપી પાસે મોબાઈલ ફોન આવ્યો કયાથી તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે






Latest News