મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું


SHARE







મોરબી જીલ્લામાં શનિવારે લોક અદાલતનું આયોજન કરાયું

રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા મોરબી જીલ્લા ન્યાયાલય હેઠળ આવતા તાલુકા એટ્લે કે વાંકાનેર, હળવદ, ટંકારા અને માળિયા ખાતે તા. ૧૩ ને શનિવારે લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે

લોક અદાલતમાં મોટર વાહન અધિનિયમ ૧૯૮૮ અંતર્ગત અકસ્માતને લગતા કેસો, ફોજદારી સમાધાનને લાયક કેસો, નેગોશીયેબલ ઇન્સ્ત્રુંમેન્ટ એક્ટની કલમ ૧૩૮ ના કેસો, લગ્ન સંબંધી ફેમીલી કેસો, મહેસુલના કેસો, ભરણપોષણના કેસો, એલ.એ.આરના કેસો, હિંદુ લગ્નધારો, મજુર અદાલતના કેસો, ટ્રાફિક ઈ-ચલણને લગતા પ્રી-લીટીગેશનના કેસો, દીવાની દાવા જેવા કે ભાડાના, બેન્કના, વીજળી તથા પાણીના (ચોરી સિવાય) ના કેસો સમાધાન માટે મૂકી શકાશે તેમજ સરકારના વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ટ્રાફિક ઈ-ચલણને લગતા કેસોના લોક અદાલતમાં રાખવામાં આવેલ છે જેથી તા. ૧૩ પૂર્વે ઈ ચલણના મેમાનો દંડના નાણા એસપી કચેરી મોરબી ખાતે ટ્રાફિક શાખાના રૂમ નં ૧૧ માં અને શનાળા ચોકી, શનાળા રોડ મોરબી ખાતે અથવા ઓનલાઈન ભરી દેવા જણાવ્યું છે






Latest News