મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં લાખોની ચોરીના ગુનામાં પકડાયેલા મહિલા સહિતના ચારેય આરોપી જેલ હાવેલ


SHARE







મોરબીમાં લાખોની ચોરીના ગુનામાં પકડાયેલા મહિલા સહિતના ચારેય આરોપી જેલ હાવેલ

મોરબીના કાયાજી પ્લોટ વિસ્તારમાં રહેતો પરિવાર રાજકોટમાં પ્રસંગ હોવાથી ત્યાં ગયો હતો અને તેઓનું ઘર બંધ હતું દરમિયાન તે બંગલામાં ચોરી કરવામાં આવી હતી જેની વેપારીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર તેના દીકરા અને એક નેપાળી દંપતિની ધરપકડ કરી હતી જે ચારેય આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં આરોપીઓને જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીના વેપારી હિમાંશુભાઇ ચંદ્રકાંતભાઇ ચંડીભમ્મરના ઘરે દાગીના અને રોકડ મળીને સરકારી ચોપડે નોંધાયેલ આંકડા મુજબ ૨૫.૫૭ લાખના મુદામાલની ચોરી કરવામાં આવી હતી જેની ફરિયાદ આધારે આરોપીને પકડવા માટે તજવીજ કરવામાં આવી રહી હતી અને આ ગુનામાં બંગલાના જૂના ચોકીદાર રામબહાદુર ઉર્ફે જોખીયા ગુલજે નવલસીંગ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૫૫), વિનોદ રામબહાદુર ઉર્ફે જોખીયા વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૨૩) ,મનીષ કૈલાશ ઉર્ફે કેલે વિશ્વકર્માં જાતે નેપાળી (૩૦) અને દર્શના મનીષભાઇ વિશ્ર્વકર્મા જાતે નેપાળી (૩૩) રહે. ચારેય મૂળ નેપાળ અને હાલ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે આરોપીઓ રિમાન્ડ ઉપર હતા જે આરોપીઓના રિમાન્ડ પૂરા થતાં તે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને પોલીસે હાલમાં આરોપીઓને જેલ હવાલે કરેલ છે અમે બાકીના આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી છે






Latest News