મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

કાંતિભાઈ અમૃતિયાએ ગોઠવેલ ધ કેરલા સ્ટોરીના ખાસ શો થી મોરબીમાં મોટું પરીવર્તન આવશે: દર્શક મહિલા


SHARE







કાંતિભાઈ અમૃતિયાએ ગોઠવેલ ધ કેરલા સ્ટોરીના ખાસ શો થી મોરબીમાં મોટું પરીવર્તન આવશે: દર્શક મહિલા

મોરબી, ગુજરાત અને ભારતમાં છેલ્લા વર્ષોમાં ઘણા લવ જેહાદને લગતા બનાવો સામે આવ્યા છે ત્યારે લવ જેહાદના ચંગુલમાં ફસાયા પછી કેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે તેની વાસ્તવિકતા દર્શાવતી ફિલ્મ એટ્લે કે ધ કેરેલા સ્ટોરી” મોરબીની વધુમાં વધુ બહેનો જોવે તેના માટેની મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા આયોજન કરવામાં આવ્યું છે અને આજથી લઈને ચાર દિવસ સુધીના સ્કાય સિનેમાના તમામ શો અત્યારથી જ બુક થઈ ગયેલ છે

હાલમાં લવ જેહાદના મુદાને ધ્યાને રાખીને બનાવવામાં આવેલ ફિલ્મ “ધ કેરેલા સ્ટોરી” બહુજ ચર્ચામાં છે ત્યારે મોરબી માળીયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ વિનામુલ્યે આ ફિલ્મ બતાવવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે અને આજથી સતત ચાર દિવસ સુધી આ ફિલ્મ વિદ્યાર્થિનીઓ અને મહિલાઓ મફતમા નિહાળી શકશે અત્રે ઉલેખનીય છે કે, લવ જેહાદ અને આતંકવાદને ઉજાગર કરતી ફિલ્મ “ધ કેરેલા” રીલીઝ કરવામાં આવી છે ત્યારથી તેની ઠેરઠેર ચર્ચા કરવામાં આવી રહી છે

ખાસ કરીને મોરબીમાં પણ બેથી ત્રણ બનાવ છેલ્લા દિવસોમાં લવ જેહાદને લગતા સામે આવ્યું હતા ત્યારે સગીરાઓને પ્રેમજાળમાં ફસાવીને તેને બ્લેકમેલ કરવામાં આવી હતી તેવી માહિતી સામે આવી હતી તેવામાં ધ કેરેલા સ્ટોરી” ફિલ્મ રીલીઝ કરવામાં આવી છે ત્યારે વાસ્તવિકતાને ફિલ્મના માધ્યમથી વધુમાં વધુ લોકો સુધી પહોચડવા માટે મોરબી અને માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મહિલાઓ અને વિદ્યાર્થીનીઓ તા. ૧૦ થી ૧૪ મે સુધી શનાળા રોડે આવેલ સ્કાય સિનેમા ખાતે સવાર અને સાંજ સુધીના તમામ શો ને બુક કરી લેવામાં આવેલ છે અને તમામ શોમાં ધ કેરલા સ્ટોરી ફિલ્મ જોવા માટે મહિલાઓ અને વિદ્યાર્થિનીઓ મોટી સંખ્યામાં આવી રહી છે અને આ ફિલ્મથી ખાસ કરીને કોલેજીયન યુવતીઓના મનસા ઉપર ઘણી સારી અસર પડશે તેવું ફિલ્મ જોઈને આવેલ મહિલાઓએ જણાવ્યુ છે






Latest News