મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં અજંતા કલોક પાસે પાર્ક કરેલ કારમાં પાછળથી ટ્રક અથડાતાં દંપતી-દીકરીને ઇજા


SHARE







મોરબીમાં અજંતા કલોક પાસે પાર્ક કરેલ કારમાં પાછળથી ટ્રક અથડાતાં દંપતી-દીકરીને ઇજા

મોરબી રાજકોટ હાઇવે ઉપર અજંતા પાસે રોડ સાઈડમાં કાર પાર્ક કરીને ઉભી રાખી હતી ત્યારે પાછળથી આવેલ ટ્રક ધડાકાભેર તેમાં અથડાતાં અકસ્માત સર્જાયો હતો જેમાં દંપતી અને તેની દીકરીને ઈજા થઈ હોવાથી ત્રણેય ઇજાગ્રાતોને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી શહેરના રવાપર રોડ ઉપર આવેલ નીલકંઠ સ્કૂલની પાછળના ભાગમાં પ્રાણનગર-૨ માં રહેતા વિશાલભાઈ દિનેશભાઈ વાગડિયા (૩૭), નિકિતાબેન વિશાલભાઈ વાગડિયા (૩૪) અને તેની દીકરી સ્વાતિબેન વિશાલભાઈ વાગડિયા (૧૩) અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલ દંપતિ અને તેની દીકરીને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવની આગળની વધુ તપાસ કરી રહેલા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, વિશાલભાઈ અજંતા ક્લોક પાસે પોતાની કારને રોડ સાઈડમાં પાર્ક કરીને ઉભા હતા અને તેની ગાડીના ઇન્ડિકેટર પણ ચાલુ હતું દરમિયાન પાછળથી આવેલ ટ્રક તેની કારમાં ધડાકાભેર અથડાયો હતો જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને અકસ્માતમાં બનાવમાં દંપતી અને તેની દીકરીને ઈજા થતા સારવાર માટે તેને હોસ્પિટલે લઈને આવ્યા છે

મારામારીમાં ઇજા

મોરબીના રોહીદાસપરામાં રહેતા પ્રવીણભાઈ રઘુભાઈ બારોટ (૩૭) નામના યુવાનને મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને વધુમાં પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળતી વીગત પ્રમાણે ઘરે મારામારીના બનાવમાં પ્રવીણભાઈ બારોટને ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા છે

મારામારીમાં ઇજા

મોરબી તાલુકાના બગથળા ગામે રહેતા મુકેશભાઈ ડાયાભાઈ ચાવડા (૪૦) ને મારામારીના બનાવવામાં ઈજા થઈ હતી જેથી હાલતમાં તેને સારવાર માટે મોરબીના સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના અર્જુનસિંહ ઝાલા ચલાવી રહ્યા છે ત્યારે વધુમાં જાણવા મળતી માહિતી મુજબ મુકેશભાઈ ચાવડાના ઘર પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઈજા થવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા

મારામારીમાં ઇજા

મોરબી નજીકના રફાળેશ્વર ગામે આવેલ જીઆઇડીસી સામે મારામારીના બનાવમાં ઈજા થવાથી પ્રકાશભાઈ છગનભાઈ બાવાજી (૨૩) નામના યુવાનને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના એ.એમ. જાપડીયા ચલાવી રહ્યા છે અને પોલીસ સુત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ યુવાનના ઘર પાસે મારામારીનો બનાવ બનેલ હતો જેના તેને ઈજા થવાથી સારવાર માટે લઈને લાવ્યા હતા






Latest News