મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો


SHARE







મોરબીના સામાકાંઠે દ્વારકાનો યુવાન દવા પી જતા સારવારમાં ખસેડાયો

મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક યુવાન જંતુનાશક દવા પી ગયો હતો જેથી તેને સારવારમાં ખસેડાયો હતો.ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે માળિયા ફાટક નજીક રસ્તા ઉપર યશપાલસિંહ જશુભા જાડેજા (ઉંમર ૧૮) રહે.નવાપરા વિસ્તાર ભાતેલ તાલુકો ખંભાળિયા જિલ્લો દેવભૂમિ દ્વારકા વાળો કોઈ જંતુનાશક દવા પી ગયો હોય તેને શહેરના સામાકાંઠેની સમર્પણ હોસ્પિટલે સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો અને ઉપરોક્ત બનાવ સંદર્ભે સારવાર કરવામાં આવ્યા બાદ બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા બી ડિવિઝન પોલીસ મથકના વી.કે.ચાવડાએ તપાસ હાથ ધરી હતી જે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, યશપાલસિંહ જાડેજા ધોરણ ૧૦ માં ફેલ થયા બાદ તેની તૈયારી કરતો હતો અને તે પુનઃ પરીક્ષામાં નાપાસ થતાં તે બાબતનું મનમાં લાગી આવતા તેણે ઉપરોક્ત પગલું ભર્યું હતુ..!

ફિનાઇલ પી જતા સારવારમાં

મોરબીના સામાકાંઠે શોભેશ્વર રોડ ઉપર આવેલ શોભેશ્વર કોલોની વિસ્તારમાં રહેતો પ્રતાપ ગોકુલચંદ્ર મહાપાત્રો નામનો ૩૧ વર્ષીય યુવાન જુના ઘુંટુ રોડ ઉપર તેના ઘરે કોઈ કારણોસર ફીનાઇલ પી ગયો હતો જેથી તેને શહેરના સામાકાંઠે આવેલ શિવમ હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો જે અંગે નોંધ થતા હાલ બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા બનાવના કારણ અંગે આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના પંચાસર રોડ શિવનગર ખાતે રહેતા હસમુખભાઇ ઠાકરશીભાઈ રૈયાણી નામના ૪૩ વર્ષના યુવાનને વાહન અકસ્માતમાં ઈજા થતાં ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો બનાવ અંગે જાણ થતા બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગરએ તપાસ હાથ ધરી હતી અને તેમાં ખુલ્યું હતું કે હસમુખભાઈ રૈયાણી મહેન્દ્રનગર ચોકડી પાસેથી બાઈક લઈને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થઈ જવાના બનેલા અકસ્માત બનાવમાં તેમને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયા હતા






Latest News