મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં વિપ્ર યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપી જેલ હવાલે


SHARE







મોરબીમાં વિપ્ર યુવાનની હત્યા કરનારા ત્રણેય આરોપી જેલ હવાલે

મોરબીમાં સરદાર રોડ ઉપર શેરીમાં છરીના ઘા ઝીકીને વિપ્ર યુવાનની હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી તેના આધારે પોલીસે યુવાનની હત્યાના ગુનામાં ત્રણ આરોપીને ઝડપી લીધા હતા અને તે આરોપીઓના રિમાન્ડ પૂરા થાત તેને કોર્ટમાં રજૂ કરીને મોરબીની સબ જેલ હવાલે કરવામાં આવેલ છે

મોરબીમાં સરદાર રોડ ઉપર આવેલ ખોડીયાર પાન સામેની શેરીમાં મોરબીની જાની શેરીમાં રહેતા હિરેન જગદીશભાઈ ભટ્ટ (૩૨) નામના યુવાનને છરીના ઘા ઝીકીને હત્યા કરવામાં આવી હતી જેથી મૃતક યુવાનની માતા ચંદ્રિકાબેન જગદીશભાઇ ભટ્ટ (૭૦)એ મોરબી સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાના આ ગુનામાં આરોપી રણજીતસિંહ લક્ષ્મણસિંહ વાઘેલા (૪૦)મહિપતસિંહ બનેસિંહ વાઘેલા (૨૨) અને જીગરસિન્હ ઉર્ફે જીગો બનેસિંહ વાઘેલા (૨૦) રહે. ત્રણેય હાલમાં યદુનંદન પાર્ક મોરબી મૂળ રહે વસઇ પાટણ વાળાની ધરપકડ કરેલ હતી અને આ ત્રણેય આરોપીઓ રિમાન્ડ ઉપર હતા ત્યારે પોલીસે તેની પાસે સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરાવ્યુ હતું અને હત્યાના ગુનામાં ઉપયોગમા લેવામાં આવેલ છરી, બાઇક તેમજ અર્ટિંગને કબજે લીધેલ હતા અને આ આરોપીઓના રિમાન્ડ પુરા થતાં આરોપીઓને ફરી કોર્ટમાં રજૂ કરીને પોલીસે તેને જેલ હવાલે કરેલ છે






Latest News