મોરબીના ખાખરાળાનું ખમીર: ડાંગર કુળની અમર શૌર્યગાથા અને ભવ્ય સુરપુરા ધામ પાળીયાનો પ્રતિમા પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હળવદના સુંદરગઢ ગામે આવેલ પેટ્રોલ પંપે ડીઝલ લેવા ખેડૂતોએ કેરબાની લાઈનો લગાવી મોરબી :પુરુષોત્તમ માસ સ્પેશ્યિલ બાળકો માટે ઓનલાઇન કેમ્પ તદ્દન ફ્રી, બાળકના હૃદયને કૃષ્ણના પ્રેમ અને જ્ઞાનથી ખીલવા દો નીટનું પેપર ફૂટવા મુદે કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે મોરબી જિલ્લા કોંગ્રેસ-યૂથ કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન મોરબીમાં ત્રણ રેડમાં દારૂની નવ બોટલ ઝડપાઇ, 200 લિટર દારૂ સાથે 3 પકડાયા: માળિયામાંથી 800 લિટર આથો ઝડપાયો વાંકાનેરના દલડી ગામ પાસે અગાઉની બોલાચાલીનો ખાર રાખીને આધેડને બે શખ્સોએ લાકડાના ધોકાથી માર માર્યો મોરબીના બેલા ગામ પાસે સીરામીક કારખાના ક્વાર્ટરમાં ગળાફાંસો ખાઈને યુવાનનો આપઘાત મોરબી સમસ્ત જૈન મહિલા મંડળોનો ઋષભ પ્રશ્નમંચ યોજાયો, પૌષધ શાળાના ભાવના મંડળની ટીમ પ્રથમ
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે


SHARE











વાંકાનેર તાલુકાના મધ્યાહન ભોજન કેન્દ્રમાં સ્ટાફની નિમણુંક કરાશે

ઉમેદવારોએ  આગામી ૧૮ મે -૨૦૨૩સુધીમાં અરજી મોકલી આપવાની રહેશે

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં મધ્યાહન ભોજન કેન્દ્રોમાં સરકારએ નિયત કરેલ માસીક ઉચ્ચક વેતનથી તદન હંગામી ધોરણે ખાલી પડેલ જગ્યાઓ માટે નિમણૂંક કરવામાં આવશે જેમાં સંચાલક તરીકે ૨૧, રસોઇયા તરીકે ૩૪, અને મદદનીશ તરીકે ૫૯ જગ્યાનો સમાવેશ થાય છે.

ઉમેદવારોની ઉંમર ૨૦ થી ઓછી અને મહતમ ૬૦ વર્ષથી વધુ ન હોવી જોઇએ, ઉમેદવાર એસ.એસ.સી પાસ હોવા જોઇએ. એસ.એસ.સી પાસ ન હોય તો ધોરણ-૭ પાસની છુટછાટ આપવામાં આવશે.જ્યારે રસોયા તથા મદદનીશ માટે કોઈ શૈક્ષણીક લાયકાત નક્કી કરવામાં આવેલ નથી પરંતુ તંદુરસ્તી સારી હોવી જોઈએ કોઈપણ રોગની દવા ચાલુ ન હોવી જોઈએ તેમજ મહિલા ઉમેદવારોને અગ્રતા આપવામાં આવશે.

ટંકારા મામલતદાર કચેરીએથી નિયત નમુનાનું ફોર્મ મેળવી ભરેલ અરજી ફોર્મ તા.૧૮-૫ સુધીમાં મોકલી આપવાનું રહેશે.જે ઉમેદવારને ઇન્ટરવ્યુમાં બોલાવવામાં આવે તે ઉમેદવારોએ તારીખ ૨૫-૫ ના રોજ સ્વખર્ચે હાજર રહેવાનું રહેશે તેમજ રજૂ કરેલ અભ્યાસ તથા ઉમર અંગેના આધારો સાથે લાવવાનાં રહેશે. ફોર્મ ભરવા અંગેની વધુ માહિતી માટે મધ્યાહન ભોજન શાખા, મામલતદાર કચેરી વાંકાનેરનો રૂબરૂ સંપર્ક કરવાનો રહેશે તેમ મામલતદાર વાંકાનેરની યાદીમાં જણાવાયું છે.






Latest News