મોરબીમાં આવેલ ગજાનંદ એપાર્ટમેન્ટના ફ્લેટમાં જુગાર રમતા પાંચ શખ્સો 2.62 લાખની રોકડ સાથે ઝડપાયા મોરબીના સીરામીક ઉદ્યોગમાં પાઇપલાઇન મારફતે ગેસ સપ્લાય કરતી બે કંપનીના ભાવમાં જમીન આસમાનનો તફાવત !, ઉદ્યોગકારોની મૂંઝવણમાં સતત વધારો: હાલમાં ઉદ્યોગકારો એમજીઓ કરાર ન કરે તેવા સંકેત મોરબીમાં વ્યાજે લીધેલા 2.40 લાખ સામે 7.67 લાખ ચૂકવી દીધા છતાં ગીરવે મુકેલા દાગીના અને કોરા ચેક પાછા નહીં આપતા દંપતી સામે ગુનો નોંધાયો ભારે કરી: મોરબીમાં બાઈક વ્યવસ્થિત રાખવાનું કહેતા નિવૃત્ત પોલીસ કર્મચારીને ઝાપટ મારીને ગાળો આપી છરી મારવાનો પ્રયાસ મોરબીમાં બાઈક ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ 12 વર્ષના બાળકનું મોત મોરબીમાં વેપાર માટે યુવાને વ્યાજે લીધેલા 5 લાખ સામે 7.90 લાખ ચૂકવ્યા છતાં બે શખ્સો દ્વારા પઠાણી ઉઘરાણી, મારી નાખવાની ધમકી હળવદના માથક ગામે રહેતા યુવાને અગાઉ કરેલ ફરિયાદ પાછી ખેંચી લેવા માટે ફોન ઉપર ગાળો આપીને ઠામ પતાવી દેવાની ધમકી મોરબીમાં જુદી જુદી બે જગ્યાએથી દારૂની 17 બોટલ સાથે ત્રણ શખ્સો પકડાયા, ત્રણ ની શોધખોળ
Breaking news
Morbi Today

ભારત વિકાસ પરિષદની મોરબી શાખાનો શપથવિધિ સમારોહ યોજાયો


SHARE











ભારત વિકાસ પરિષદની મોરબી શાખાનો શપથવિધિ સમારોહ યોજાયો

મોરબીના ધુનડા રોડ ઉપર આવેલ ઇડન હીલ ખાતે ભારત વિકાસ પરિષદનો શપથ વિધિ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે શાખાના પ્રમુખ તરીકે ડોક્ટર જયેશભાઈ પનારા, મંત્રી તરીકે હિંમતભાઈ મારવાણિયા કોષાધ્યક્ષ તરીકે ચિરાગભાઈ હોથી તથા મહિલા સયોજિકા તરીકે દર્શનાબેન ભટ્ટ તેમજ કારોબારી સદસ્યોએ શપથ લીધા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે વોલ ટાઈલ્સ સીરામીક એસો.ના ઉપપ્રમુખ તથા લઘુઉદ્યોગ ભારતીના મંત્રી સંદીપભાઈ કુંડારીયા તેમજ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી કરસનભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં રીજીયનના સેવા વિભાગના મંત્રી રવિન્દ્રભાઈ ત્રિવેદી, રીજીયનના સંપર્ક વિભાગના મંત્રી જેઠસુરભાઈ ગુજરીયા, સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંત અભ્યાસ વર્ગના સંયોજક બકુલભાઈ દુધાગરા તેમજ આરએસએસ મોરબી જિલ્લા કાર્યવાહ મહેશભાઈ બોપલિયા તેમજ વિવિધ ક્ષેત્રના પ્રમુખ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમનું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું છે આ કાર્યક્રમની સંપૂર્ણ શપથવિધિ સૌરાષ્ટ્ર કચ્છ પ્રાંતના સંગઠન મંત્રી કરસનભાઈ મહેતા દ્વારા કરવામાં આવેલ છે આ કાર્યક્રમનું સંચાલન પરેશભાઈ મિયાત્રા દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા કાર્યક્રમ સંયોજક પંકજભાઈ ફેફર અને તેની સમગ્ર ટીમે ભારે જેહમત ઉઠાવી હતી. આ કાર્યક્રમના અંતે આભાર વિધિ નવનિયુક્ત મંત્રી હિંમતભાઈ મારવાણીયા દ્વારા કરવામાં આવેલ છે






Latest News