વાંકાનેરમાં શનિવારે ગાયત્રી શકિતપીઠનો 34મો પાટોત્સવ ઉજવાશે મોરબીમાં ડ્રેનેજ-સ્ટ્રોમ વોટરના કામ માટે જુદાજુદા ત્રણ રોડને પોણો મહિના સુધી બંધ કરાયા મોરબી જિલ્લા કમલમ ખાતે પ્રભારી મંત્રીની હાજરીમાં ચૂંટણી લક્ષી બેઠક યોજાઈ મોરબીમાં શનિવારે ખાખરેચી દરવાજે આવેલ શ્રી લીલા લીમડાવાળી મેલડીનો નવરંગ માંડવો યોજાશે જય શ્રી રામના નારા સાથે મોરબીમાં રામ નવમીના દિવસે સમગ્ર હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો ભવ્ય શોભાયાત્રા યોજાઇ મોરબીના જલારામ ધામ ખાતે ભગવાન રામનું પૂજન, મહાઆરતી અને મહાપ્રસાદનો કાર્યક્રમ યોજાયો મોરબી મહાપાલિકાની 12 બેઠકો ઉપર કોંગ્રેસના સત્તાવાર ઉમેદવારોના નામ જાહેર કરાયા, જો સત્તા ઉપર કોંગ્રેસ આવશે તો કૌભાંડીયાઓ થશે જેલ ભેગા: પુષ્પરાજસિંહ જાડેજા મોરબી જિલ્લામાં LCB, SOG તેમજ જુદાજુદા પોલીસ સ્ટેશનમાંથી કુલ 12 પીએની બદલી, નવા 6 મુકાયા
Breaking news
Morbi Today

મોરબીના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ લખનઉમાં યોજાયેલ એસ્ટ્રોલોજીકલ સમિટ ૨૦૨૩ માં ભાગ લીધો


SHARE











મોરબીના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યાએ લખનઉમાં યોજાયેલ એસ્ટ્રોલોજીકલ સમિટ ૨૦૨૩ માં ભાગ લીધો

રાષ્ટ્રીય જ્યોતિષ એવમ રુદ્રાક્ષ અનુસંધાન કેન્દ્ર લખનઉ તેમજ ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર દ્વારા આયોજિત ભાતખંડે સંસ્કૃતિ વિશ્વવિદ્યાલયના કલામંડપમ ઓડિટોરિયમ લખનઉમાં ઇન્ટરનેશનલ સનાતન ધર્મ એવમ એસ્ટ્રોલોજીકલ સમિટ ૨૦૨૩ નું ભવ્ય આયોજન થયું હતું જેમાં ઉત્તર પ્રદેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટર બ્રિજેશ પાઠકજી ઉપસ્થિત રહ્યા હતા તેમજ પંડિત કે એ દુબે 'પદ્મેષ', આચાર્ય ઇન્દુ પ્રકાશ, આર કે. ચતુર્વેદીઉજ્જૈનના મહામંડલેશ્વર મદન વ્યાસજીમહામંડલેશ્વરજી કિશોરજીતેમજ મોરબીના આચાર્ય જીગ્નેશભાઈ પંડ્યા વાળાને વિશેષ અતિથિ તરીકેનું આમંત્રણ હતું જેમાં ભારતના ગોલ્ડ મેડેલીસ્ટ જ્યોતિષ આચાર્યોને તેમજ સંસ્કૃત પાઠશાળાના વિદ્વાનોને આમંત્રણ આપવામાં આવેલું હતું.

જેમાં અનેક વિષયો ઉપર ચર્ચાઓ થઈ સાથે પંચાંગોનું એકીકરણ કેમ કરવું એ વિષય ઉપર શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશીવારાએ પોતાની વિદ્વતા પૂર્ણ શૈલીમાં રજૂઆત કરી જેમાં શાસ્ત્રી જીગ્નેશ પંડ્યાને જ્યોતિષની સર્વોચ્ચ પદવી જ્યોતિષ મહામહોપાધ્યાય અર્પણ કરવામાં આવી.જેમાં ઉત્તરપ્રદેશ ડેપ્યુટી ચીફ મિનિસ્ટરે પણ આશ્વાસન આપ્યું કે બનશે એટલું પંચાંગ અને કેલેન્ડરને સમાવી એકબીજાનું એકીકરણ કરવાનો પ્રયત્ન કરીશું.શાસ્ત્રી જીગ્નેશભાઈ પંડ્યા કાશી વારાણસી ની અંદર સાત વર્ષનો જ્યોતિષ સાહિત્ય તેમજ ભાગવતના વિષયો ઉપર અધ્યયન કરી બનારસ હિન્દુ યુનિવર્સિટી ની અંદર ગોલ્ડ મેડલિસ્ટ છે તેમજ કાશી વિદ્વત પરિષદના આજીવન સદસ્ય છે.ગોવર્ધન પીઠાધિશ્વર જગદગુરુ શંકરાચાર્યજી નિશ્ચલાનંદ સરસ્વતીના હાથેથી પણ સન્માન થયેલું છે. તેમજ ઇન્ડિયન એસ્ટ્રોલોજિકલ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા પણ સન્માનિત થયેલ છે સાથે કાશી વિદ્વત પરિષદના જ્યોતિષ વિષયમાં આર્યભટ્ટ જ્યોતિષ તરીકેની પણ ઉપાધિ પ્રાપ્ત કરેલી છે અને હાલ લખનઉની સમિટમાં ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા જ્યોતિષ મહામહોપાધ્યાયની પદવી એનાયત કરાયેલ છે.






Latest News