મોરબીમાં 42 ડિગ્રી તાપમાનમાં ફરજ બજાવતા 50 જેટલા ટ્રાફિક બ્રિગેડના જવાનો અઢી મહિનાથી પગારથી વંચિત મોરબીમાં કન્યા છાત્રાલય ખાતે સંસ્કારી સ્ત્રી-સુસંસ્કૃત સમાજ કાર્યક્રમનું આયોજન મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા લોકોને ગરમીમાં રાહત માટે પ્રેરણાદાયી કર્યા ટંકારા તાલુકામાં પી.એમ. પોષણ યોજના હેઠળ સ્ટાફની ભરતી: 26 મે સુધીમાં અરજીઓ મંગાવાઈ વાંકાનેરમાં શહેર-ગ્રામ્ય વિસ્તારના નિરાધાર વૃદ્ધ, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય અને ગંગા સ્વરૂપા યોજનાના લાભાર્થીઓએ 30 મે સુધીમાં હયાતીની ખરાઈ કરાવવી અનિવાર્ય મોરબીમાં કાળજાળ ગરમીમાં સિરામિક કારખાનામાં શ્રમિકોને લસ્સીનુ વિતરણ મોરબીના ડો. બી કે લહેરૂએ પેટ્રોલ-ડીઝલ બચાવવાની વડાપ્રધાનની અપીલને ધ્યાને રાખીને કર્યો મહત્વનો નિર્ણય મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં
Breaking news
Morbi Today

મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી યુવતી ગુમ


SHARE











મોરબીના વાંકાનેર હાઇવે ઉપરથી યુવતી ગુમ

મૂળ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામના વતની અને હાલ મજુરીકામ સબબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપરના મકનસર ગામ પાસે આવેલ નળિયાના કારખાનામાં રહેતા પરિવારની યુવતી ત્રણ માસ પહેલા ઘરેથી કોઈને કંઈ કહ્યા વગર ગુમ થઈ ગઈ હોય હાલ તેણીના નાના ભાઈ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા તાલુકા પોલીસે ગુમશુધા નોંધ દાખલ કરીને યુવતીની શોધખોળ શરૂ કરી હોવાનું જાણવા મળેલ છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બહાદુરગઢ ગામે રહેતા કલ્પેશ અરજણભાઈ ગોહેલ (ઉંમર ૨૪) નામના યુવાને મોરબી તાલુકા પોલીસ મથક ખાતે આવી જાહેરાત કરી હતી કે, ગત તા.૨૭ જાન્યુઆરીના રોજ બપોરના ત્રણેક વાગ્યાના અરસામાં તેઓની મોટી બહેન ગૌરીબેન અરજણભાઈ ગોહેલ (ઉંમર ૩૨) મૂળ રહે.બહાદુરગઢ હાલ રહે. મકનસર કૃષ્ણ વિજય નડિયાના કારખાનાની ઓરડીમાં વાળી મકનસર ગામેથી કોઈને કંઈ પણ કહયા વગર કયાંક ચાલ્યા ગયેલ છે હાલ ઉપરોક્ત બનાવની જાણ થતા તાલુકા પોલાસ દ્રારા હાલ ગુમશુધા નોંધ દાખલ કરવામાં આવેલ છે જેની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના એ.એમ.ઝાપડિયા ચલાવી રહ્યા હોવાનું જાણવા મળેલ છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના લીલાપર કેનાલ રોડ ઉપર આવેલ બોરીયાપાટી પાસે જોધાણીની વાડીમાં રહેતો હરજીવનભાઈ ભીખાભાઈ ચાવડા (૨૦) નામનો યુવાન પોતાનું બાઈક લઈને કેનાલ રોડ ઉપરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અકસ્માતે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી આ બનાવમાં ઈજા થવાથી યુવાનને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીમાં સોઓરડીની પાછળના ભાગમાં આવેલ માળિયા વનાળીયા સોસાયટીમાં રહેતો મહેશ પ્રેમજીભાઈ ચાવડા (૨૬) નામનો યુવાન મોરબીના ભડીયાદ રોડ ઉપર આવેલ સ્મશાન પાસે હતો ત્યારે ત્યાં મારામારીનો બનાવ બન્યો હતો જે મારામારીના બનાવવામાં તેને ઈજા થઈ હતી જેથી કરીને ઈજાગ્રસ્ત હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News