મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં લુટના ગુન્હામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર


SHARE







મોરબીમાં લુટના ગુન્હામાં પકડાયેલ આરોપીના શરતી જામીન મંજૂર

મોરબીના જુની પીપળી ગામ પાસે ૨૩ મોબાઈલ ફોન સાથે પકડાયેલા શખ્સને લુટના ગુન્હામાં પકડવામાં આવ્યો હતો અને મોરબીની સેસન્સ કોર્ટમાં આરોપીના રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં આરોપીના એડ્વોકેટ દ્વારા કરવામાં આવેલ દલીલોને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કર્યા છે.

બનાવની હકિકત એવી છે કે, મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જુદા જુદા હદ વીસ્તારમાં રાત્રીના સમયે કા૨ખાનાનું સરનામુ પુછવાના બહાને માણસોને ઉભા રાખી તેઓના મોબાઈલ ફોન આંચકી પડાવી નાશી જતા હોવાના જુદા જુદા સમયે બનાવો બનેલ હતા દરમ્યાન મોરબી એલ.સી.બી. કચેરીના પોલીસ સ્ટાફના માણસો પેટ્રોલીંગ દ૨મ્યાન જુની પીપળી ગામ પાસે આરોપી કાનજી ઉર્ફે કાનો રાજેશભાઈ ડાયાલાલ ચાવડાને નંબ૨ પ્લેટ વગરના મોટર સાયકલ સાથે રોકીને તે શંકાસ્પદ જણાતા આરોપી પાસે રહેલ થેલી ચેક કરી હતી ત્યારે તેની પાસેથી કુલ ૨૩ મોબાઈલ મળી આવેલ હતા જે મોબાઈલના આધાર પુરાવા માંગતા આધાર પુરાવા ન હતા જેથી એલ.સી.બી. પોલીસ દ્રારા આરોપી કાનજી ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડાને ઘોરણસર અટકકરી આરોપી વીરૂધ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુન્હા ૨જીનં.૨૩૪૨૨૦૨૩ આઈ.પી.સી.૩૭૯(૧)(૧), ૧૧૪તથા ગુન્હા રજીનં.૨૪૪/૨૦૨૩ આઈ.પી.સી.-૩૭૯(ખ), ૧૧૪ મુજબના ગુન્હાઓ નોંધી આરોપીને નામદાર કોર્ટમાં રજુ કરતા કોર્ટ દ્વારા આરોપીને જયુડીસલ કસ્ટીડીમાં મોકલેલ હતો ત્યારબાદ આ ગુન્હાનુ ચાર્જશીટ મોરબીની કોર્ટમાં થતા એડવોકેટ અમીત વી.ડાભી દ્વ્રારા મોરબીના સેસન્સ કોર્ટમાં આરોપીની રેગ્યુલર જામીન માટે અરજી કરી હતી જેમાં એડવોકેટ અમીત વી.ડાભી દ્વારા કરવામાં આવેલ દલીલોએ સાંભળીને આરોપી કાનજીભાઈ ઉર્ફે કાનો રાજેશભાઈ ચાવડાને શરતોને આધીન જામીન મુકત કરતો હુકમ કોર્ટ દ્વારા કરવામાં આવેલ છે.






Latest News