મોરબી નજીક વિરપર ગામે સાપ કરડી જતા 11 વર્ષની બાળકીનું મોત મોટી દુઘટના સહેજમાં ટળી: ટંકારાના હીરાપર ગામે જર્જરિત પાણીના ટાંકો તોડતા સમયે મકાન-દુકાન ઉપર પડ્યો મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી
Breaking news
Morbi Today

મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ-અરૂણોદયનગરના ગરબી ચોક પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ


SHARE







મોરબીમાં જ્ઞાનપથ સ્કૂલ-અરૂણોદયનગરના ગરબી ચોક પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ

મોરબી શહેરના દરેક વિસ્તારમાં ખુટિયાઓની સમસ્યા વધી ગયેલ છે અને ગમે ત્યારે આ રઝડતા ખૂંટીયા યુદ્ધે ચડતા હોવાથી લોકોના જીવ જોખમમાં મુકાઇ જાય છે ત્યારે નગરપાલિકા દ્વારા જો રઝડતા ઢોરને પકડવા માટેની કામગીરીમાં ઝડપ નહિ લાવે તો આગામી સમયમાં રાહદારી કે અન્ય લોકો માટે આ રઝડતા ઢોર જીવલેણ બની શકે છે ગઇકાલે મોરબીમાં શનાળા રોડ ઉપર આવેલ જ્ઞાનપથ સ્કૂલ પાસે અને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલા અરૂણોદયનગરના ગરબી ચોક પાસે તેમજ રવાપર રોડ બાપસીતારામ ચોક પાસે ખુટિયા યુદ્ધે ચડતા લોકોમાં નાસભાગ મચી ગયેલ હતી અને સ્કૂલ પાસે તેમજ લોકોએ પોતાના ઘર પાસે પાર્ક કરેલ વાહનમાં યુદ્ધે ચડેલા ખૂંટીયા અથડાતાં લોકોના વાહનોમાં નુકશાન થયું હતું જો કે, સદનસીબે કોઈને ઇજા કે જાનહાનિ થયેલ નથી પરંતુ કોઈ નિર્દોષ લોકો આ રઝડતા ઢોરની ઝપટે ચડે તે પહેલા પાલિકા દ્વારા લોકોની સલામતી માટે રસ્તા ઉપર રઝડતા ઢોરને પકડવામાં આવે તેવી લોકોની લાગણી અને માંગણી છે.






Latest News