મોરબીમાં આજે રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં જિલ્લા કક્ષાની તિરંગા યાત્રા યોજાઇ મોરબીમાંથી બુટલેગરને પકડીને પાસા હેઠળ જેલ હવાલે કરાયો મોરબી સાર્થક વિદ્યામંદીરમાં રવિવારે થશે સંસ્કૃત કક્ષનું ઉદ્દઘાટન મોરબીની રવિરાજ ચોકડી પાસેથી કતલખાને લઈ જવાતા 15 ઘેટાં ભરેલ ઇકો ગાડી સાથે બે પકડાયા, બેની શોધખોળ મોરબીના રંગપર અને પાનેલી ગામ પાસે જુદાજુદા કારખાના બનેલા બે બનાવમાં બે યુવાનના મોત મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષી માટે માટીના કુંડાનું વિતરણ


SHARE







મોરબીમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા પક્ષી માટે માટીના કુંડાનું વિતરણ

મોરબીમાં શનાળા રોડ ઉપર ચિત્રા હનુમાનજી મંદિર ખાતે કાળજાળ ગરમીમાં પક્ષીઓની તૃષા છીપાવવા માટે ચિત્રા હનુમાનજી ધૂન મંડળ દ્વારા માટીના પાણીના પરબીયાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ૭૦૦ થી વધુ કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય જીવદયા કાર્યમાં ચિત્રા હનુમાનજી ધૂન મંડળના પ્રમુખ સાથે મંડળના તમામ સભ્યો હાજર રહેલ હતા જેમાં ભીખાભાઈ લોરિયા, હરખજીભાઈ સુવારિયા, ચંદુભાઈ કડિવાર, પ્રાણજીવનભાઈ રંગપડિયા સહિત અનેક સભ્યો તથા લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના સભ્યો અમરસિભાઈ, નાનજીભાઈ, કેશુભાઈ, પી.એ. કાલરીયા, રમેશભાઈ રૂપાલા, સહિતના હાજર રહ્યા હતા આ તમામ વડીલોને ટોબરીયા હનુમાનજી મંદિર ગૌશાળાના પ્રમુખ સેવક હરખજીભાઈ તરફથી નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી તેવું સંસ્થાના પ્રમુખ ટી.સી. ફુલતરિયાએ જણાવ્યુ છે.






Latest News