મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શનાળા ગામે યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવારમાં


SHARE







મોરબીના શનાળા ગામે યુવાનને મારામારીમાં ઈજા થતાં સારવારમાં

મોરબીના શકત શનાળા ગામ પાસે આવેલ સાંઇબાબા મંદિર નજીક રહેતા મુકેશ વીરજીભાઈ ધોળકિયા નામના ૪૫ વર્ષના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થતા સારવાર માટે ખસેડાયો હતો અને સારવાર લીધા બાદ તેણે તેના રહેણાંક વિસ્તાર પાસે જ રહેતા અશ્વિન મનસુખભાઈ ધોળકિયા અને મોતીબેન મનસુખભાઈ ધોળકિયા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે તેઓની સાથે અશ્વિને ઝઘડો કર્યો હતો અને બાદમાં મારામારી કરતો હતો અને તે બાબતનું મોતીબેને ઉપરાણું લઈને એકસંપ કરીને તેને ઢિકાપાટુ વડે માર માર્યો હતો હાલ મુકેશ ધોળકિયાની ફરિયાદ ઉપરથી શનાળા બીટ વિસ્તારના જમાદાર એન.એસ.મેસવાણિયા દ્વારા અશ્વિન ધોળકિયા અને મોતીબેન ધોળકિયા સામે ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

દવા પી જતા સારવારમાં

મોરબીના ટંકારા તાલુકામાં આવેલા લજાઈ ગામે રહેતા મીત અશોકભાઈ વાઘેલા નામના ૧૮ વર્ષના યુવાને પોતાના ઘરે બપોરના બે વાગ્યાના અરસામાં કોઈ અજાણી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલે લાવવામાં આવ્યો હતો જેથી ત્યાં સારવાર ચાલુ કર્યા બાદ હોસ્પિટલ સત્તાવાળાઓ તરફથી એ ડિવિઝન પોલીસમાં જાણ કરવામાં આવી હતી જેથી એ ડિવિઝન પોલીસ મથકના હરેશભાઈ ચાવડા અને રાઇટર સંજયભાઇ દ્વારા પ્રાથમિક તપાસ કરી બનાવ અંગે આગળની તપાસ માટે ટંકારા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના વીસીપરામાં સ્મશાન રોડ ઉપર આવેલ રમેશ કોટન મીલની ચાલીમાં રહેતા અકબરમિંયા ઇમામમિંયા કાદરી જાતે સૈયદ નામના ૪૫ વર્ષનો યુવાન મોરબીના માળિયા મિંયાણા તાલુકામાં આવેલા કાજરડા ગામેથી પરત મોરબી તરફ આવતો હતો ત્યારે માળિયાના કાજરડા નજીક આવેલ સુલતાનપીરની દરગાહ નજીક અકસ્માતે તે બાઈકમાંથી નીચે પડી જતા ઇજાઓ પામતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.






Latest News