જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી કેનાલ મારફતે ખેડૂતોને સિંચાઈ માટેનું પાણી આપવાની માંગ ઉઠી ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં રહેતા પરિવારના એકના એક દીકરાએ સરકારી નોકરી નહિ મળે તેવા ટેન્શનમાં કર્યો આપઘાત


SHARE









વાંકાનેરમાં રહેતા પરિવારના એકના એક દીકરાએ સરકારી નોકરી નહિ મળે તેવા ટેન્શનમાં કર્યો આપઘાત

વાંકાનેરની ભાટિયા સોસાયટીમાં રહેતો યુવાને જુનિયર કલાર્કની પરીક્ષા આપી હતી જો કે, સરકારી નોકરી મળશે કે નહીં તેને લઈને ટેન્શનમાં આવી ગયો હતો અને તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત મુજબ વાંકાનેરમાં આવેલ ભાટિયા સોસાયટીમાં ભૂતનાથ મહાદેવ મંદિર પાસે રહેતા અને મજૂરી કામ કરીને પોતાના પરિવારનું ગુજરાતી ચલાવતા ભરતભાઈ ખાંડેખાના દીકરા અજય ભરતભાઈ ખાંડેખા (૨૫) એ પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેહને પીએમ માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ દ્વારા બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી અને આ બનાવની આગળની તપાસ કરી રહેલા પ્રદિપસિંહ ઝાલા અને તેના રાઇટર રાજુભાઈ ગઢવી પાસેથી મળતી માહિતી મુજબ બે દિવસ પહેલા સરકાર દ્વારા લેવામાં આવેલ જુનિયર ક્લાર્કની પરીક્ષા અજયે આપી હતી અને ઇન્ટરનેટ ઉપર તેના પ્રશ્નોના જવાબ મૂક્યા હતા જેને ચેક કરતા આ પરીક્ષામાં સફળતા નહીં મળે અને સરકારી નોકરી મળશે કે નહીં તેવી ટેન્શનમાં આવી ગયો હતો અને તે યુવાને નાસીપાસ થઈ જતાં તેને પોતાના ઘરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધેલ છે અને એકના એક દીકરાએ ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા પરિવાર ઉપર આભ ફાટી પડ્યું છે






Latest News