મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

વાંકાનેર તાલુકામાં ગાંજાનું વાવેતર કરનારા આરોપીના શરતી જામીન મંજૂર


SHARE











વાંકાનેર તાલુકામાં ગાંજાનું વાવેતર કરનારા આરોપીના શરતી જામીન મંજૂર

વાંકાનેરના કાસીયાગાળા ગામે ગાંજાનું વાવેતર કરવામાં આવ્યું હતું જેથી કરીને સ્થળ ઉપરથી ૧૨.૯૦૦ કિલ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરીને ૧.૩૧ લાખની કિંમતના મુદ્દામાલ કબજે કર્યો હતો અને એક શખ્સની ધરપકડ કરીને જેલ હવાલે કરવામાં આવ્યો હતો જેની જામીન આ અરજી ડિસ્ટ્રીક કોરટમાં મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલની દલીલને ધ્યાને લઈને આરોપીના સહરતી જામીન મંજૂર કરવામાં આવેલ છે

વાંકાનેરના કાસીયાગાળા ગામે રહેતા રમેશભાઈ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળીએ વાડીમાં ગાંજાનું વાવેતર કર્યું હતું જેથી પોલીસે ૧૨ કિલો ૯૦૦ ગ્રામ ગાંજાનો જથ્થો કબજે કર્યો હતો અને ૧.૩૧ લાખ  રૂપિયાની કિંમતના મુદ્દામાલને કબજે કર્યો હતો અને આરોપી રમેશ ઉર્ફે હફો જગાભાઈ ધરજીયા જાતે કોળી (૩૦) રહે. કાસીયાગાળા વાળાની ધરપકડ કરેલ હતી અને આ શખ્સની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એનડીપીએસ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને આ આરોપીના રિમાન્ડ લીધા હતા જે રિમાન્ડ પૂરા થતાં તેને જેલ હવાલે કરવામાં આવ્યો હતો ત્યાર બાદ આરોપીના વકીલ યોગરાજસિંહ જાડેજા, બ્રિજરાજસિંહ ઝાલા અને રોહિતસિંહ જાડેજા મારફતે મોરબીની ડિસ્ટ્રીક કોર્ટમાં જામીન અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીના શરતી જામીન મંજૂર કરેલ છે






Latest News