મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ડેપ્યુટી કલેકટર ડી.સી. પરમાર મુકાયા: વહીવટદાર પણ યથાવત


SHARE







મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે ડેપ્યુટી કલેકટર ડી.સી. પરમાર મુકાયા: વહીવટદાર પણ યથાવત

મોરબી નગરપાલિકાનું ગઇકાલે વિસર્જન કર્યા બાદ સરકારે મોરબી પાલિકામાં ખાલી પડેલ ચીફ ઓફિસરની જગ્યા ઉપર તાત્કાલિક અસરથી ડેપ્યુટી કલેકટરને ચીફ ઓફિસર તરીકે મુકાયા છે અને મોરબી જીલ્લામાં જ ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટર ડી.સી. પરમારને મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે જો કે, મોરબી જિલ્લાના અધિક કલેકટર એન.કે. મુછાર કે જેમની પાસે ઝૂલતા પુલની ઘણા પછીથી પાલિકાનો ચાર્જ હતો તેને તે જવાબદારીમાંથી મુક્ત કરવામાં આવેલ છે જો કે, પાલિકાના વહીવટદાર તરીકેની જવાબદારી અધિક કલેકટર એન.કે. મુછારને જ સોંપાઈ છે

મોરબી નગરપાલિકાની માલિકી વાળો ઝુલતો પુલ ઓરેવા ગ્રુપને મેનેજમેન્ટ માટે થઈને કરાર કરીને પાલિકા દ્વારા આપી દેવામાં આવ્યો હતો જોકે પાલિકામાં છેલ્લે જે કરાર કરવામાં આવ્યો છે તે કરાર પછી જનરલ બોર્ડમાં તેની મંજૂરી લેવામાં આવી ન હતી જેથી કરીને ક્યાંકને ક્યાંક અનેક પ્રશ્નો પાલિકા સામે પણ અગાઉ ઊભા થયા હતા જેથી કરીને રાજ્યના શહેરી વિકાસ વિભાગ દ્વારા મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા ત્યાર પછી તે જગ્યા ખાલી હતી અને તેનો ચાર્જ મોરબી જિલ્લાના અધિક કલેકટર એન.કે. મુછારને આપવામાં આવ્યો હતો જો કે, સરકાર દ્વારા પાલિકાનું વિસર્જન કરવામાં આવ્યું છે ત્યારે ઇન્ચાર્જ ચીફ ઓફિસરથી પાલિકાનો વહીવટ ચલાવવાના બદલે તાત્કાલિક અસરથી મોરબી પાલિકામાં ચીફ ઓફિસરને મૂકવામાં આવેલ છે જેની મળી રહેલ માહિતી મુજબ મોરબી જીલ્લામાં જ ફરજ બજાવતા ડેપ્યુટી કલેકટર ડી.સી. પરમારને મોરબી પાલિકામાં ચીફ ઓફિસર તરીકે મૂકવામાં આવ્યા છે જો કે, મોરબી જિલ્લાના અધિક કલેકટરને પાલિકાના વહીવટદાર તરીકેની જવાબદારી સોંપાઈ છે






Latest News