મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વાર વિનામુલ્યે  નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો


SHARE











લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વાર વિનામુલ્યે  નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક કેમ્પ યોજાયો

લાયન્સ કલબ ઓફ મોરબી સિટી દ્વારા પીપળીયા ચાર રસ્તા, કે.પી.ટેકનોન વુવન ઇન્ડિયા પ્રા.લી.ચાંચાવદરડા ખાતે વિનામુલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક એટલેકે હાડકાના દુઃખાવા અને દરેક પ્રકારનાં રોગો ચેકઅપ અને સારવાર માટે એક મેગા કેમ્પને  સત્યેશ્વર મહાદેવ મંદિરના મહંત લાભુગીરીબાપુનાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી ખુલો મૂકતા બાપુએ કેમ્પમાં પધારેલ દરેક દરિદ્ર નારાયણનાં સુખાકારી માટે આશીર્વચન આપી કેમ્પનો શુભારંભ કરાવ્યો હતો.

વિનામૂલ્યે નેત્રયજ્ઞ તેમજ ઓર્થોપેડીક

કેમ્પમાં જરૂરિયાત વાળા ૧૩૮ દરદીઓને તપાસતા નેત્રયજ્ઞ માટે ૪૭ વ્યક્તિઓને મોતિયાનાં ઓપરેશન માટે રાજકોટ રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પિટલ રાજકોટ ખાતે મોકલવામાં આવ્યા અને આ કેમ્પમાં આયુષ હોસ્પિટલનાં ઓર્થોપેડિક સર્જન ડૉ.સૌરભ પટેલ દ્વારા ૬૦ જેટલા વ્યક્તિને તપાસતા ૧૦ વ્યક્તિઓને ઓર્થોપેડીકની જુદીજુદી ટ્રીટમેન્ટ માટે મોરબી આયુષ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.આ વીનામૂલ્યે કેમ્પનાં દાતા મોરબી સ્થિત લાયન ધનજીભાઈ નાયકપરા, કાંતાબેન ધનજીભાઈ નાયકપરા, સિટી આર્ટ સિરામિક, આર્ય વિદ્યાલય, મારૂતિ કોમ્પુટરના આર્થિક સહયોગથી યોજવામાં આવ્યો હતો.આ સેવા કેમ્પમાં  સૌરાષ્ટ્ર કચ્છના ફર્સ્ટ વાઈસ ગવર્નર રમેશભાઈ રૂપાલા ખાસ ઉપસ્થિત રહી લાયન્સ કલબ ઓફ સિટી દ્વારા જરૂરિયાતવાળા પરિવારોને હર હંમેશ સેવા પૂરી પાડવામાં સહભાગી એવા તમામ લાયન સભ્યો તેમજ દાતાઓને અભિનંદન પાઠવ્યા હતા.આ કેમ્પને સફળ બનાવવા વિમલભાઈ વાછાણી, નાનજીભાઈમોરડિયા, વાઘજીભાઇ, ગૌતમગીરી ગોસ્વામી, રશ્મિકાબેન રૂપાલા, હળવદથી ઊર્મિલાબેન ગઢીયા, ગિરીશભાઈ સાધુ, રતિભાઈ એરવાડીયા, લિયો કલબના પ્રેસિડેન્ટ ક્રિષ્ના રૂપાલા, પ્રોજેક્ટ ચેરમેન પ્રાણજીવનભાઈ રંગપડિયા, ભીખાભાઇ લોરિયા તેમજ લાયન્સ કલબ ઓફ મોરબી સિટીના સેક્રેટરી કેશુભાઈ દેત્રોજા, ખજાનચી ટી.સી.ફુલતરીયા હાજર રહ્યા હતા.પ્રમુખ જગદીશભાઈ કાવર દ્વારા દાતાઓનો લાયન્સ કલબ ઓફ મોરબી સિટી પરિવાર વતી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો






Latest News