મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં ટોયલેટ ક્લીનર પી ગયેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો


SHARE







મોરબીમાં ટોયલેટ ક્લીનર પી ગયેલ યુવાન સારવારમાં રાજકોટ ખસેડાયો

મોરબીના શનાળા રોડ ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં રહેતા યુવાને તેના ઘરે ટોયલેટ ક્લીનર પી લેતા તેને ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસના જણાવ્યા પ્રમાણે મૂળ કુંતાસી ગામના અને હાલ મોરબીના શનાળ રોડ ઉપર આવેલ ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડના બ્લોક નંબર ૬૩૧ માં રહેતા મુકેશભાઈ રણમલભાઈ સોઢીયા નામના ૩૮ વર્ષના યુવાને તેના ઘેર કોઈ કારણોસર ટોયલેટ કલીનર પી લેતા તેને સારવાર માટે અત્રેની ક્રિષ્ના હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો અહીં પ્રાથમિક સારવાર આપીને મુકેશ સોઢીયાને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો અને બનાવ સંદર્ભે જાણ થતા એ ડિવિઝન પોલીસ મથકના એ.એમ.ઝાપડિયાએ પહોંચીને તપાસ હાથ ધરી હતી જેમાં ખુલ્યું હતું કે, મુકેશભાઇએ શરૂ કરેલ જીની ઓટો નામના ધંધામાં તેને ખોટ આવેલ હોય અને પત્ની તથા બાળકો હાલ માવતરએ ચાલ્યા ગયા હોય અને મળવા દેતા ન હોય તે બાબતનું મનમાં લાગી આવવાથી મુકેશભાઇએ ઉપરોકત પગલું ભરી લીધુ હતુ અને હાલ તે રાજકોટ ખાતે સારવાર હેઠળ છે.

એસિડ પી જતાં પરિણીતા સારવારમાં

મોરબી નજીકના નાનીવાવડી ગામે આવેલ બજરંગ સોસાયટીમાં રહેતા મોનિકાબેન હિરેનભાઈ મનહરભાઈ પડસુંબીયા નામની ૩૦ વર્ષની મહિલા તેના ઘેર ટોયલેટ સાફ કરવાનું એસિડ પી ગયા હતા જેથી કરીને સારવાર માટે અહીંની મંગલમ હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા અને બનાવ સંદર્ભે મંગલમ હોસ્પિટલ ખાતેથી જાણ થયેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ તપાસ હાથ ધરી હતી જેમાં પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે પતિ અને સાસુ સાથે નજીવી વાતે ઘર કંકાસ થતો હોય તે બાબતનું મનમાં લાગી આવતા મોનિકાબેને ઉપરોક્ત પગલું ભરી લીધું હતું..!

વાહન અકસ્માતમાં ઈજા

મોરબીના રવાપર ગામે નવજીવન સ્કૂલની સામે ઘુનડા રોડ ઉપર આવેલ બુટાની વાડી વિસ્તારમાં રહેતા નીતિન રમણીકભાઈ પરમાર નામના ૧૪ વર્ષના સગીરને વાહનમાં જતા સમયે બાઇકમાંથી નીચે પડી જતા ઇજાઓ પહોંચી હતી જેથી તેને અત્રે મધુરમ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવતા હાલ એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલતરીયાએ નોંધ કરીને તેની આગળની તપાસ શરૂ કરેલ છે.






Latest News