મોરબીના અજય લોરીયાની ક્રાઈમ કુંડળી સાથે સિરામિક ઉદ્યોગકારો-પાટીદાર સમાજના આગેવાનોએ એસપીને કરી રજૂઆત: ભોગ બનેલા લોકોને ફરિયાદ કરવા આહ્વાન મોરબી જિલ્લામાં ત્રણ તાલુકા પંચાયત, ત્રણેય તાલુકાની જિલ્લા પંચાયતની બેઠક અને બે પાલિકાની ચૂંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટયો મોરબીના લૂંટાવદર ગામે રહેણાંક મકાનમાં જુગાર રમતા છ પકડાયા મોરબીમાં લગ્નના બહાને કરવામાં આવેલ વિશ્વાસધાત-છેતરપીડીના ગુનામાં પકડાયેલ બે આરોપી જામીન મુક્ત મોરબીમાં સીરામીક ઉદ્યોગપતિ સહિત બે વ્યક્તિ ઉપર જીવલેણ હુમલો કરવાના ગુનામાં પકડાયેલ અજય લોરીયા જેલ હવાલે મોરબીમાં ફોરવ્હીલ ગાડીના ટાયરમાંથી હવા કાઢી નાખવા બાબતે થયેલ ઝઘડાનો ખાર રાખીને મહિલાને ત્રણ મહિલા સહિત 6 લોકોએ માર માર્યો મોરબીના રંગપર ગામ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે માથા-મોઢામાં ઇજા પામેલા યુવાનનું મોત વાંકાનેરના જોધપર પાસે જેસીબીના ચાલકે રિક્ષાને ટક્કર મારતા સર્જાયેલ અકસ્માતમાં એક તરૂણીનું મોત: 4 ને ઇજા
Breaking news
Morbi Today

મોરબીના સરતાનપર રોડ ઉપર યુનિટમાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત


SHARE











મોરબીના સરતાનપર રોડ ઉપર યુનિટમાં કામ દરમિયાન પડી જતા યુવાનનું મોત

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપરના નિધિ માઇક્રોન નામના યુનિટમાં કામ દરમિયાન પડી ગયેલ મજૂર યુવાનનું મોત નિપજયુ હોવાનું જાણવા મળેલ છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના વાંકાનેર હાઇવે ઉપર આવેલ સરતાનપર રોડ ઉપર નિધિ માઇક્રોન નામના યુનિટમાં કામ દરમિયાન પડી જવાથી લાલજીભાઈ દશરથભાઈ સરોજ નામના ૩૫ વર્ષના યુવાનનું મોત નિપજતા ડેડબોડી પીએમ માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યુ હતું જેથી એ ડિવિઝન પોલીસ મથકના વિપુલભાઈ ફુલચરીયા દ્વારા પ્રાથમિક તપાસ કરીને બનાવ અંગે આગળની તપાસ માટે વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

યુવાનું મોત

મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગરમાં ભાડાના મકાનમાં રહેતા યુવાનનું મોત નીપજયુ હોવાનું જાણવા મળે છે.મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોરબીના સામાકાંઠે રામકૃષ્ણનગર વિસ્તારમાં રહેતા મકાન માલિક જયદીપભાઇ ભીખુભાઈ કોટક નામના યુવાને પોલીસ મથકે આવીને જાણ કરી હતી કે તેઓના મકાનમાં ઉપરના માળે ભાડે રહેતા ભરતભાઈ જગદીશભાઈ નિમાવત (ઉમર ૪૫) છેલ્લા બે-ત્રણ દિવસથી ઘરની બહાર નીકળ્યા ન હોય અને તેઓ એકલવાયુ જીવન જીવતા હોય માટે પોલીસે પહોંચીને તપાસ હાથ ધરી હતી અને ઉપર જઈ મકાન ખોલીને જોતા ત્યાં બીમારી સબબ ભરતભાઈ જગદીશભાઈ નિમાવત નામના ૪૫ વર્ષીય યુવાનનું મોત નિપજયુ હોવાનું સામો આવ્યુ હતુ.વધુમાં મળતી માહિતી મુજબ તેઓની માનસિક બીમારી દવા પણ ચાલુ હતી હાલ બનાવ સંદર્ભે બી ડિવિઝન પોલીસ મથકના જગદીશભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવેલ છે.

ટ્રેક્ટર પલ્ટી મારી જતા ઇજા

મોરબીના માળિયા હાઇવે ઉપર જોધપર નદી ગામે રહેતા નવીનભાઈ બાબુભાઈ ઝિંઝુવાડીયા નામના ૫૨ વર્ષીય આધેડને વાહન અકસ્માતના બનાવમાં ઇજાઓ પહોંચતા અત્રેની મધુરમ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા પોલીસને જાણ થતા તાલુકા પોલીસ મથકના એમ.એલ.બારૈયાએ તપાસ હાથ ધરતા ખુલ્યુ હતુ કે ગામની અંદર ટ્રેક્ટર ખાલી કરતા સમયે ટ્રેક્ટર પલ્ટી મારી ગયું હતું અને તે બનાવમાં નવીનભાઈ ઝીંઝુવાડીયા ટ્રેક્ટરમાંથી નીચે પડી જતા હાથના ભાગે ઇજાગ્રસ્ત હાલતમાં તેઓને સારવારમાં ખસેડાયા હતા.






Latest News