મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં છૂટક વ્યાપારીઓ બીનઅધિકૃત વજન કાંટાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ


SHARE







મોરબીમાં છૂટક વ્યાપારીઓ બીનઅધિકૃત વજન કાંટાનો ઉપયોગ કરતા હોવાની ફરિયાદ

મોરબીમાં રોજીરોટી માટે અનેક રાજયોમાંથી કારીગરો મજુરો આવે છે. આને કારણે શહેરમાં અનેક વિસ્તારોમાં છૂટક ધંધાના વ્યાપારીઓ દુકાનો ધરાવે છે અને ધંધો કરે છે. આવા વ્યાપારીઓ વજન કરવા માટે વજન કાંટા (ત્રાજવા) ધરાવે છે પરંતુ આવા કાંટા તોલમાપ અધિકારી પાસે ચેક કરાવી માન્યતા મેળવ્યા વગર બીનઅધિકૃત રીતે ઉપયોગ કરે છે માન્યતા મેળવતા નથી અને આખરે તો ગરીબ અને મધ્યમવર્ગના લોકો ગ્રાહકો જ છેતરાય છે તેથી મોરબી જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઇ મહેતાએ જણાવેલ છે.

વધુમાં તેઓએ જણાવ્યું છેકે ઘણી બધી એવી છુટક વ્યાપારની દુકાનો શહેર મોરબીમાં તથા આજુબાજુના નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી છે પરંતુ હકીકતમાં તેનો વેપાર ધંધો મોટો હોયછે અને નાના મોટા કાંટાનો ઉપયોગકરતા હોય છે પરંતુ આવા તમામ કાંટા બીનઅધિકૃત એટલે કે આપની માન્યતા પ્રાપ્ત કર્યા વગરના હોય છે. જેથી કરીને લારીઓ, રસ્તા ઉપર બેસતા ધંધાર્થીઓ, છુટક ફેરીયાઓ તેમજ શેરીઓના ખાંચા ખુંચીમાં દુકાન ધરાવતા વેપારી પણ વજનમાં ઓછુ આપે છે તેવું જાણવા મળેલ છે અને ફરિયાદો પણ આવે છે. જે બાબત ધ્યાનમાં લઈ દરેક નાના મોટા છુટક વેપાર કરતા ધંધાર્થીઓ કે આવા માન્યતા પ્રાપ્ત કર્યા વગરના તોલ માપના કાંટાઓ વાપરે છે તેની તપાસ હાથ ધરી અને તે માન્યતા પ્રાપ્ત કરે તે માટે આપની કક્ષાએથી આવા વ્યાપારીઓ તોલમાપ કાંટાની માન્યતા પ્રાપ્ત કરે તે બાબતે ઘટતી કાર્યવાહી કરવાની રજૂઆત કરલે છે






Latest News