મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં જૂસબ જામને છરીના આધેધડ જીવલેણ ઘા ઝીકનારા સાત આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં જૂસબ જામને છરીના આધેધડ જીવલેણ ઘા ઝીકનારા સાત આરોપીની ધરપકડ

મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જૂની પોસ્ટ ઓફીસ પાસે યુવાન તેના સાળા તેમજ તેના મિત્રોની સાથે બેઠો હતો ત્યારે ૧૦ જેટલા શખ્સો હાથમાં છરી લઈને આવ્યા હતા અને બેફામ ગાળો આપીને જૂસબ હબીબભાઈ જામ નામના યુવાન ઉપર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે આરોપી “આજે તો આ જુસાને ઠામ મારી નાખવો છે જેથી ફરીવાર કોઇ દિ આડો ન આવે” તેવું કહીને તેને શરીર ઉપર આડેધડ છરીના ઘા મારીને ઢીકાપાટુનો માર માર્યો હતો જેથી તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો અને જૂસબના બનેવીએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આ ગુનામાં સાત આરોપીની ધરપકડ કરવામાં આવી છે

મોરબીના કાંતીનગરમાં મસ્જીદની બાજુમા રહેતા ફતેમામદભાઇ દાઉદભાઇ કટીયાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી કે, તે પોતાના સાળા જુસબભાઇ હબીબભાઇ જામ સાથે બજારમાં ગયો હતો અને મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર આવેલ જૂની પોસ્ટ ઓફીસ પાસે જુસબના મીત્રો મયુસિંહ દરબાર, સોહિલ સુમરા તથા સાજીદ સુમરા સાથે બેઠો હતો અને બધા વાતો કરી રહ્યા હતા ત્યારે અસલમભાઇ હાજીભાઇ, શાહરૂખ હાજીભાઇ તથા અલ્તાફ હાજીભાઇ અને તેની સાથે છથી સાત બીજા માણસો આવ્યા હતા અને અને અસલમ, શાહરૂખ અને બીજા ત્રણેક શખ્સોના હાથમા છરીઓ હતી અને તેઓ બેફામ ગાળો બોલવા લાગેલા હતા અને ફરિયાદીના સાળા જુસબ હબીબભાઈ જામને મારી નાખવાના ઇરાદે અસલમ તથા શાહરૂખ તથા બીજા બધા આરોપીઓએ આડેધડ છરીના ઘા માર્યા હતા ત્યારે ફરિયાદી વચ્ચે પડતાં તેને ડાબા હાથમા ખભા પાસે છરીનો એક ઘા માર્યો હતો અને જૂસબને છરીના ઘા મારતા સમયે આરોપીઓ કહેતા હતા કે “આજે તો આ જુસાને ઠામ મારી નાખવો છે જેથી ફરીવાર કોઇ દિ આડો ન આવે” અને છરીના ઘા મારીને આડેધડ ઢીકાપાટુનો માર માર્યો હતો અને આરોપીઓ ત્યાંથી ભાગી ગયા હતા ત્યાર બાદ ફરિયાદી તેના સાળાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યો હતો અને ત્યાર બાદ બી ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે આ ગુનામાં અલ્તાફભાઇ હાજીભાઇ ખોડ (૧૯) રહે. જોન્સનગર, અનિસ હુસેનભાઇ સુમારા (૧૯) રહે. ખ્વાઝા પેલેસ લાતી પ્લોટ મોરબી, સાહિલ અસગરભાઈ જેડા (૨૧) રહે. જોન્સનગર, રાહુલ ભરતભાઇ સારલા (૨૪) રહે. રોકડિયા હનુમાન મંદિર સામે નવલખી રોડ મોરબી, રિયાઝ ગુલામભાઇ જેડા (૨૩) રહે. ૮-લાતી પ્લોટ મોરબી, રમઝાન ગુલામભાઇ મોવર (૨૨) રહે. ૨- કુલી નગર વીસીપરા મોરબી અને મનસુખ હનાભાઇ ચાવડા (૨૩) રહે. ઇન્દિરાનગર મોરબી વાળની ધરપકડ કરેલ છે






Latest News