ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો મોરબીના રવાપર ગામે પાદરમાં ઈલેક્ટ્રીક શોટ લાગતાં યુવાનનું મોત: અજાણ્યા વૃદ્ધનું બીમારીની સારવાર દરમ્યાન મોત
Breaking news
Morbi Today

મોરબીના નાગડાવાસ પાસે માધવ હોટલે ટ્રક ઉપર સૂતેલા ડ્રાઈવરને પૈસા કેમ આપતો નથી તેવું કહીને માર માર્યો


SHARE











મોરબીના નાગડાવાસ પાસે માધવ હોટલે ટ્રક ઉપર સૂતેલા ડ્રાઈવરને પૈસા કેમ આપતો નથી તેવું કહીને માર માર્યો

મોરબી તાલુકાના નાગડાવાસ ગામના પાટીયા પાસે આવેલ હોટલના ગ્રાઉન્ડમાં ટ્રક પાર્ક કરીને તેના ઉપર સુતેલા ટ્રક ડ્રાઇવરને ત્યાં બીજો ટ્રક લઈને આવેલા તેના જ ગામના એક શખ્સ દ્વારા પૈસા કેમ આપતો નથી તેમ કહીને ગાળો આપીને ઝપાઝપી કરવામાં આવી હતી અને ત્યારબાદ લોખંડના વ્હીલ પાના વડે યુવાનને જમણા પગમાં માર મારતા તેને પગમાં ફ્રેક્ચર જેવી ઇજા થઈ હતી અને આરોપી તેનો ટ્રક ત્યાં મૂકીને નાસી ગયો હતો જેથી યુવાન દ્વારા સારવાર લીધા બાદ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક શખ્સની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે રાજસ્થાનના સેડવા તાલુકાના બામનોર ગામે રહેતા અને ડ્રાઇવિંગનું કામ કરતા બચાયાખાન હસનખાન સહતા જાતે સીંધી (મુસ્લીમ) (૩૮)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે શકુરખાન મિયલખાન સીધી (મુસ્લીમ) રહે. બામનોર તાલુકો સેડવા રાજસ્થાન વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે ઉપર આવેલ નાગડાવાસ ગામના પાટીયા પાસે માધવ હોટલના ગ્રાઉન્ડમાં તે પોતાનો ટ્રક નંબર જીજે ૧૮ બીવી ૨૩૨૦ ને પાર્ક કરીને તેની કેબિન ઉપર સુતો હતો દરમિયાન આરોપી શકુરખાન સિધી તેના હવાલા વાળો ટ્રક નંબર જીજે ૮ વાય ૧૬૬૮ લઈને ત્યાં આવ્યો હતો અને ફરિયાદી ટ્રકની કેબીન ઉપર સુતો હતો ત્યારે તેને ઉઠાડીને પૈસા કેમ મને આપતો નથી તેમ કહીને ગાળો આપી હતી અને જપાજપી કરીને આરોપીએ પોતાના હાથમાં રહેલ લોખંડનું વ્હીલ પાનું ફરિયાદીના જમણા પગમાં માર્યું હતું જેથી તેને ફ્રેક્ચર જેવી ઈજા થઈ હતી અને ફરિયાદીને માર મારીને આરોપી પોતાનો ટ્રક છોડીને ત્યાંથી નાસી ગયો હતો જેથી ઇજાગ્રસ્ત ફરિયાદી યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સારવાર લીધા બાદ તેણે ફરિયાદ નોંધાવતા પોલીસે શકુરખાન મિયલખાન સીધી સામે ગુનો નોંધીને તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

સ્કૂટર સ્લીપ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં મહેન્દ્રનગર પાસે આવેલ પ્રભુ કૃપા રેસીડેન્સીમાં રહેતા ભારતીબેન યોગેશભાઈ ધોરીયાણી (૩૩) મહેન્દ્રનગર ચોકડી પાસેથી એક્ટિવા લઈને પસાર થતા હતા ત્યારે એકટીવા સ્લીપ થવાથી તેને ડાબા હાથમાં ઇજા થઈ હતી જેથી કરીને ઈજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને ત્યાં સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે અકસ્માતના આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બાઇક સ્લીપ
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં બી ડિવિઝન પોલીસ પાસે પોલીસ સ્ટેશન પાસે આવેલ વિપુલનગરમાં રહેતા મકવાણા વસતાભાઈ ડોસાભાઈ (૬૫) પોતાનું બાઈક લઈને માળિયા ફાટક ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં અકસ્માતે તેઓનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને અકસ્માતના બનાવમાં ઇજાઓ થઈ હોવાથી વૃદ્ધને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને અકસ્માતમાં ઇજા પામેલા વૃદ્ધને સારવાર આપવામાં આવ્યા બાદ આ બનાવની મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળ વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના જે.જે. ડાંગર ચલાવી રહ્યા છે






Latest News