મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેરના રંગપર નજીક રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ: ૫ જુગારીની ૧,૧૧,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, ૩ ની શોધખોળ


SHARE









વાંકાનેરના રંગપર નજીક રેડ પડતાં જુગારીઓમાં નાશભાગ : ૫ જુગારીની ૧,૧૧,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ, ૩ ની શોધખોળ

વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરીયા જવાના કાચા રસ્તા ઉપર જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા જુગારીઓમાં નાસભાગ મચી ગઈ હતી ત્યારે સ્થળ ઉપરથી પોલીસે પાંચ જુગારીઓની ૨૧૩૦૦ ની રોકડા તેમજ ત્રણ બાઈક સહિત કુલ મળીને ૧,૧૧,૩૦૦ ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને પોલીસને જોઈને નાસી છૂટેલા ત્રણ જુગારીઓના નામ સામે આવ્યા છે જેથી તેની સામે પણ ગુનો નોંધીને તેને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે. 

બનાવવાની જાણવા મળતી વખતે પ્રમાણે વાંકાનેર તાલુકાના રંગપર ગામની સીમમાં મેસરિયા ગામ તરફ જવાના કાચા રસ્તા ઉપર તળાવના પટમાં જાહેરમાં જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસે ત્યાં જુગારની રેડ કરતા જુગારીઓમાં નાશભાગ બચી ગઈ હતી જોકે સ્થળ ઉપરથી પોલીસે વનાભાઈ ગેલાભાઈ મેર જાતે કોળી (૫૫) રહે. સતાપર, રમેશભાઈ મીઠાભાઇ મેર જાતે કોળી (૩૫) રહે. નાળિયેરી, રવુભાઈ જીલુભાઈ ખાચર જાતે કાઠી દરબાર (૩૭) રહે. ભલગામ, જયરાજભાઈ વલકુભાઈ ખાચર જાતે કાઠી દરબાર (૩૫) રહે. ભલગામ અને શિવકુભાઈ દડુભાઇ ખાચર જાતે કાઠી દરબાર (૩૬) રહે. રંગપર વાળાની પોલીસે સ્થળ ઉપરથી ૨૧૩૦૦ ની રોકડ તથા ૯૦૦૦૦ રૂપિયાની કિંમતના ૩ બાઇક આમ કુલ મળીને ૧,૧૧,૩૦૦ ના મુદામાલ સાથે ધરપકડ કરી હતી જો કે, પોલીસને જોઈને નાસી છૂટેલા જુગારીઓમાં જયરાજભાઈ ઓઢભાઈ તકમરીયા રહે. રંગપર, દિલીપભાઈ મોટાભાઈ ખાચર રહે. રંગપર અને રમેશભાઈ ઉર્ફે દેવો માવજીભાઈ ચૌહાણ રહે. સરોડી વાળાના નામ સામે આવ્યા હોય તેની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News