મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આજે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને ભવ્ય શોભાયાત્રા-ધર્મસભા યોજાઇ 


SHARE







મોરબીમાં આજે ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણકદિને ભવ્ય શોભાયાત્રા-ધર્મસભા યોજાઇ 

મોરબીમાં સમસ્ત જૈન સંઘ દ્વારા દીક્ષા દાનેશ્વરી ગુણરત્નસુરીજીના શિષ્ય રશ્મિરત્નસુરીજી તથા મોરબી સંઘમાં બિરાજિત સર્વે સાધુ-સાધ્વીજીભગવંતો તથા મહાસતીજીઓની નિશ્રામાં ભગવાન મહાવીરના ૨૬૨૧માં જન્મ કલ્યાણક દિનની ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે ભવ્ય શોભાયાત્રા અને ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું

મોરબીમાં ચાંદીના રથમાં ભગવાન મહાવીર સ્વામીને બિરાજમાન કરીને રથયાત્રા શહેરના રાજમાર્ગો ઉપરથી નીકળી હતી ત્યારે ઘોડાબગીબેન્ડ-બાજા પણ ગુંજી ઉઠશે. જેમાં નાના બાળકો સાયકલ ઉપર રથયાત્રાની શોભા વધારશે તો કળશ ધારી બહેનો તથા પરમેષ્ઠિના વર્ણવાળા ડ્રેસમાં વિવિધ સંઘોના મહિલા મંડળો ડાંડીયા-ખંજરી,ચૌદ સ્વપ્ન આદી લઈને વરઘોડાની શોભા વધારી હતી આ શોભાયાત્રા ધર્મનાથ જૈન દેરાસરથી નીકળી બોયઝ હાઈસ્કૂલ સુધી ગઈ હતી અને ત્યાં શોભાયાત્રા પૂરી કરવામાં આવી હતી આ શોભાયાત્રામાં ઠેર-ઠેર મહાવીર પ્રસાદી દ્વારા મોં મીઠું કરાવવામાં આવ્યું હતુ ત્યાર બાદ જૈનાચાર્ય રશ્મિરત્નસુરીજીની નિશ્રામાં ધર્મસભા યોજાઇ હતી જેમાં એક જનમ્યો રાજ દુલારો’ તથા ભગવાન મહાવીરની વિરલ વાતો’ વિષય ઉપર પ્રવચન આપવામાં આવ્યું હતું તેવું આયોજકોએ જણાવ્યુ છે વધુમાં માહિતી આપતા જણાવ્યુ હતુ કે, દિનાાબેન દિલીપભાઇ સુતરીયા અને તેના પરિવારે વરઘોડો આંબેલની ઓળીનો લાભ લીધો હતો






Latest News