હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેરના કુંભારપરામાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી


SHARE











વાંકાનેરના કુંભારપરામાં ઘર પાસે પાર્ક કરેલા બાઈકની ચોરી

વાંકાનેર શહેરના કુંભારપરા વિસ્તારમાં રહેતા યુવાને પોતાના ઘર પાસે તેનું બાઈક પાર્ક કરીને મૂક્યું હતું જે બાઈકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી હાલમાં ભોગ બનેલ યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના કુંભારપરા વિસ્તારમાં રહેતો અને સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા યુવાન કિશનભાઇ લક્ષ્મણભાઈ ઉર્ફે હકાભાઇ રાઠોડ જાતે કોળી (૨૫) એ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે બાઇક ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે તેણે કુંભારપરા વિસ્તારમાં પોતાના ઘર પાસે બાઈક નંબર જીજે ૩૬ એજી ૧૭૨૯ પાર્ક કરીને મૂક્યું હતું. જે બાઇકની કોઈ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ૨૦૦૦૦ રૂપિયાની કિંમતના બાઈકની ચોરી થઈ હોય ભોગ બનેલા યુવાન દ્વારા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે ચોરીનો ગુનો નોંધી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

બિયરના ચાર ટીન

મોરબી નજીકના મહેન્દ્રનગર ગામથી ઘુટુ ગામ તરફ જવાના રસ્તા ઉપર આવતા સીએનજી પમ્પ પાસેથી બાઈક પસાર થઈ રહ્યું હતું ત્યારે બાઈક નંબર જીજે ૩૬ કે ૯૯૬૮ ને રોકીને પોલીસે ચેક કરતા બાઈક ચાલક પાસેથી બીયરના ચાર ટીન મળી આવ્યા હતા જેથી કરીને ૪૦૦ ની કિંમતના બિયર તથા ૫૦ હજારની કિંમતનું બાઈક આમ કુલ મળીને ૫૦૪૦૦ ના મુદ્દામાલ સાથે રાહુલભાઈ ભવાનભાઈ કોડડીયા જાતે ઠાકોર (૨૫) રહે. રણછોડનગર ગરબી ચોક પાસે નવલખી રોડ મોરબી વાળાની ધરપકડ કરેલ છે.






Latest News