મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

માળીયા (મી)ના રાયસંગપુર ગામે બીમારીથી કંટાળીને એસિડ પી જતાં વૃદ્ધા સારવારમાં


SHARE







માળીયા (મી)ના રાયસંગપુર ગામે બીમારીથી કંટાળીને એસિડ પી જતાં વૃદ્ધા સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના રાયસંગપુર ગામે રહેતા વૃદ્ધા બીમારીથી કંટાળીને પોતાની જાતે એસિડ પી ગયા હતા જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં વૃદ્ધાને સારવાર આપ્યા બાદ આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે માળિયા મીયાણા તાલુકાના રાયસંગપુર ગામે રહેતા વજીબેન પ્રેમજીભાઈ આદ્રોજા જાતે પટેલ (૯૦) નામના વૃદ્ધા પોતાના ઘરે પોતાની જાતે એસિડ પી ગયા હતા જેથી કરીને તેઓને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના વિપુલભાઈ ફુલતરીયા ચલાવી રહ્યા હોય તેમની સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે વજીબેનનો લગ્ન ગાળો ૬૫ વર્ષનો છે અને તેઓએ બીમારીથી કંટાળીને પોતાની જાતે એસિડ પી લીધેલ હોવાનું જણાવેલ છે જેની પોલીસે નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

અકસ્માતમાં ઇજા
માળીયા નજીક આવેલ ઓનેસ્ટ હોટલ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઈક સ્લીપ થઈ ગયું હતું જેથી કરીને કચ્છના આડેસરના રહેવાસી દેવાભાઈ વરજાંગભાઈ રબારી (૩૦) નામના યુવાનને ઇજા થઈ હતી અને ઈજા પામેલ યુવાનને ૧૦૮ મારફતે સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

મારામારીમાં ઇજા
મોરબી મકરાણીવાસમાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જાવેદ રસુલભાઈ મિયાણા (૩૨) રહે નવા ડેલા રોડ મોરબી વાળાને ઇજા થઈ હતી જેથી ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને સિવિલ હોસ્પિટલ મારફતે આ બનાવવાની મોરબી ર ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

ફિનાઇલ પીધું
ટંકારા તાલુકાના લજાઈ ગામે રહેતો દિલીપ મનસુખભાઈ મકવાણા (૩૨) નામનો યુવાન પોતાના ઘરે હતો ત્યારે ઘરે ભૂલથી કોઈ કાળા કલરનું ફિનાઈલ પી જતા તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની પ્રાથમિક નોંધ કરી આ બનાવની ટંકારા તાલુકા પોલીસ જાણ કરી હતી






Latest News