હળવદના બુટવડા ગામે ચારિત્રની શંકાથી કંટાળીને પરણીતાએ કરેલ આપઘાતના બનાવ પતિ  સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે નજીવ વાતમાં યુવાને કડા અને પાઇપ વડે 5 શખ્સો માર માર્યો મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ સરતાનપર ચોકડી પાસે ટ્રકની પાછળ કાર ઘૂસી જતા બે યુવાનોના મોત ટંકારાના ઘુનડા (સ) ગામે જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો 10,300 ની રોકડ સાથે પકડાયા વાંકાનેર: પત્નીએ કામમાં બારોબાર ધ્યાન આપવાનું કહેતા યુવાને ગળાફાંસો ખાઈને કર્યો આપઘાત મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

વાંકાનેર યાર્ડ પાસેથી દારૂની ૧૦ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો


SHARE











વાંકાનેર યાર્ડ પાસેથી દારૂની ૧૦ બોટલ સાથે એક શખ્સ ઝડપાયો

વાંકાનેર નજીક રાજાવડલા રોડ ઉપર યાર્ડ પાસે પ્લાસ્ટિકના કોથળામાં દારૂની બોટલ રાખીને એક શખ્સ દારૂનું વેચાણ કરતો હોવાની વાંકાનેર સીટી પોલીસને બાતમી મળી હતી જેથી કરીને સિટીની ટીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે દારૂનો કોથળો મૂકીને અંધારામાં ભગવા ગયેલા શખ્સને પકડીને પોલીસે કોથળાને ચેક કર્યો હતો ત્યારે તેમાંથી દારૂની ૧૦ બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે ૪૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને આરોપીની ધરપકડ કરીને વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આરોપી પાસેથી મળી આવેલ દારૂ તે કયાંથી લઈને આવ્યો હતો તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનના કૃષ્ણરાજસિંહ ઝાલા, હરપાલસિંહ પરમાર, ધર્મરાજભાઈ કીડીયા, દિવ્યરાજસિંહ ઝાલા નાઈટ પેટ્રોલિંગમાં હતા ત્યારે કૃષ્ણરાજસિંહ અને દિવ્યરાજસિંહને મળેલ બાતમી આધારે વાંકાનેર નજીક રાજાવડલા રોડ ઉપર યાર્ડની સામેના ભાગમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે મળેલ બાતમી મુજબનો શખ્સ ત્યાં પ્લાસ્ટિકનો કોથળો લઈને ઊભો હતો જે પોલીસને જોઈને પોતાની પાસે રહેલ પ્લાસ્ટિકનો કોથળો છોડીને અંધારામાં નાસી ગયો હતો જો કે, પોલીસે તેનો પીછો કરીને તેને ઝડપી લીધો હતો અને તેનું નામ વિપુલભાઈ બાબુભાઈ ગમારા જાતે ભરવાડ (૨૪) રહે. રાજાવડલા તાલુકો વાંકાનેર વાળો હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને પોલીસે તેની અટકાયત કરી હતી અને તેની પાસે રહેલ પ્લાસ્ટિકનો કોથળો ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની ૧૦ બોટલ મળી આવી હોય પોલીસે ૪૦૦૦ રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરીને આરોપીની ધરપકડ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News