મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ભડિયાદ રોડે સાયન્સ કોલેજ પાસે ખુટીયા સાથે બાઈક અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં


SHARE







મોરબીના ભડિયાદ રોડે સાયન્સ કોલેજ પાસે ખુટીયા સાથે બાઈક અથડાતાં ઇજા પામેલ યુવાન સારવારમાં

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં આવેલ સાયન્સ કોલેજ પાસેથી બાઈક લઈને યુવાન પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે ખુટિયો ઉતરતા ખુટીયા સાથે બાઈક અથડાયું હતું જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી સીટી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી પાલિકાના સત્તાધીશો દ્વારા અગાઉ મોરબીના લોકોને રજડતા ઢોરના ત્રાસમાંથી મુક્તિ આપવા માટે થઈને મોટી મોટી વાતો કરવામાં આવી હતી જો કે, આજની તારીખે મોરબી શહેરના મુખ્ય માર્ગો, શેરીઓ અને સોસાયટીઓમાં અનેક રજડતા ઢોર જોવા મળી રહ્યા છે અને તેના કારણે નાના મોટા અકસ્માત પણ થતા હોય છે તેવી જ રીતે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં નજરબાગ રેલવે સ્ટેશનથી આગળના ભાગમાં ભડિયાદ રોડ ઉપર રહેતો વિજયભાઈ સતિષભાઈ મુંધવા (૨૧) નામનો યુવાન સાયન્સ કોલેજ પાસેથી પોતાનું બાઇક લઈને પસાર થતો હતો ત્યારે તેના બાઈકની આડે અચાનક ખૂટીયો ઉતરીયો હતો જેથી કરીને ખુટીયા સાથે બાઈક અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો અને તેમાં વિજયભાઈને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.

મારામારીમાં ઇજા
મોરબી તાલુકાના આમરણ ગામ પાસે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં જોડિયા તાલુકાના કોઠારીયા ગામે રહેતા વરજાંગભાઈ મોહનભાઈ સવસેટા (૩૨) નામના યુવાનને મુંઢ ઇજાઓ થઈ હતી જેથી ઇજાગ્રસ્ત હાલતમાં યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે અને આ બનાવની આગળની તપાસ વિજયભાઈ ડાંગર ચલાવી રહ્યા છે.

ફિનાઇલ પી લીધું
મોરબીમાં ભડીયાદ રોડ ઉપર ભડિયાદ કાંટાની બાજુમાં રહેતા કાનજીભાઈ મજેઠીયાની દીકરી પૂનમબેન (૨૨) એ પોતાના ઘરે હતી ત્યારે ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની સિવિલ હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશનના વાલભા ચાવડા ચલાવી રહ્યા છે.






Latest News