મોરબી: રવાપર તાલુકા શાળાના ધો.8 ના વિદ્યાર્થીઓનો વિદાય સમરોહ યોજાયો વાંકાનેરના સમથેરવા ગામની સીમ હત્યા કરાયેલ યુવાનના વાલી-વારસની શોધખોળ ચાલુ મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો કાલે છેલ્લો દિવસ: 511 ફોર્મ ઉપાડ્યા, હજુ ભરાયા માત્ર 75, ભાજપના સત્તાવાર ઉમેવદારો જાહેર ન કરાતા અવઢવ મોરબી મહાનગરપાલિકા ચૂંટણી: પૂર્વ પ્રમુખ લલીતભાઈ કામરીયાએ અપક્ષ ઉમેદવારી નોંધાવી મોરબી તાલુકા પોલીસે નવ વર્ષથી ફરાર અપહરણના આરોપીને પકડ્યો મોરબીમાં ભક્તિ અને એકતાનો અનોખો સંગમ: ભવ્ય ‘શ્રી રામદેવપીર આરતી મહોત્સવ’માં ઉમટી પડેલી માનવ મેદની ટંકારાના લજાઈ પાસેનો બનાવ: મારી પત્ની તારા લીધે મારા છોકરા અને મને મૂકીને જતી રહી કહીને યુવાને કરી નાખી મહિલાની હત્યા ટંકારાના હીરાપર પાસે ટ્રેકટરની પાછળ રીક્ષા અથડાતાં સર્જાયેલ અકસ્માતના બનાવ વધુ એક યુવતીનું મોત
Breaking news
Morbi Today

મોરબીના ફડસર ગામે બોર્ડની વિદ્યાર્થીની એસિડ પી લેતા સારવારમાં


SHARE











મોરબીના ફડસર ગામે બોર્ડની વિદ્યાર્થીની એસિડ પી લેતા સારવારમાં

મોરબી તાલુકાના ફડસર ગામે રહેતી સગીરાની બોર્ડની પરીક્ષા ચાલુ હોય તેના પિતાએ તેને વાંચવા બેસવા માટે કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા સગીરાએ એસિડ પી લીધું હોવાથી તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ફડસર ગામે રહેતા વિનોદભાઈ રામાનુજની દીકરી અપેક્ષાબેન (૧૫) એ પોતાના ઘરે હતી ત્યારે એસિડ પી લીધું હતું જેથી કરીને તેને તાત્કાલિક સારવાર માટે મોરબીમાં આવેલ મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં સગીરાને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે આ બનાવની મોરબી તાલુકા પોલીસે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવમાં ભોગ બનેલ સગીરાની માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે અપેક્ષાબેનને બોર્ડની ધો. ૧૦ ની પરીક્ષા ચાલુ હતી અને વાંચવાના બદલે તે ગલૂડિયું રમાડતી હતી જેથી તેના પિતાએ બોર્ડનું છેલ્લું પેપર બાકી હોવાથી વાંચવા બેસવા માટે કહ્યું હતું જે બાબતે તેને લાગી આવતા તેણે પોતાની જાતે એસિડ પી લેતા સારવાર માટે ખસેડવામાં આવે છે હાલમાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના ધરમપુરથી સાદુળકા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ રાધે ક્રિષ્ના રોડવેઝ પાસે કાર અને બોલેરો વચ્ચે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં નરભેરામભાઈ પરસોત્તમભાઈ ભુવા, શિલ્પાબેન પ્રેમયભાઈ દેકાવાડિયા, જમનાબેન અશ્વિનભાઈ પડસુંબીયા, હર્ષિલભાઈ અશ્વિનભાઈ પડસુંબીયા અને પ્રેમયભાઈ ભગવાનજીભાઈ દેકાવાડિયાને ઇજાઓ થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવવાની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
ઝેરી દવા પી લીધી
હળવદ તાલુકાના રાણેકપર ગામે રહેતા વિજુબેન બાબુભાઈ બાબરીયા (૫૨) એ પોતાના ઘરની અંદર ઝેરી દવા પી લીધી હતી જેથી તેને સારવાર માટે મોરબીની મંગલમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને આ બનાવની આગળની તપાસ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના એચ.એમ. ચાવડા ચલાવી રહ્યા હોય પોલીસ પાસેથી જાણવા મળતી માહિતી પ્રમાણે પરણીતાનો લગ્ન ગાળો ૩૫ વર્ષનો છે જોકે, તેને કયા કારણોસર ઝેરી દવા પીધી છે તે દિશામાં તપાસ કરવામાં આવી રહી છે.






Latest News