મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો


SHARE







મોરબીના મહેન્દ્રનગર પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો

મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપર સમર્પણ હોસ્પિટલ પાસે ટ્રક ચાલકે છકડો રિક્ષાને ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો ત્યારે રીક્ષા પલટી મારી જતાં રિક્ષામાં બેઠેલા બાળકને ઈજા થઈ હોવાથી ઇજાગ્રસ્ત બાળકને રાજકોટ સુધી સારવારમાં લઈ ગયા હતા જોકે સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું જે બનાવવામાં હાલમાં ટ્રક ચાલક સામે રીક્ષા ચાલકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ માળિયા મીયાણા તાલુકાના સરવાડ ગામના રહેવાસી અને હાલમાં મોરબી નજીકના ઘૂટું ગામે નાગબાઈના મંદિર પાસે રહેતા રાજુભાઈ સવજીભાઈ દેલવાણીયા જાતે દેવીપુજક (૨૧)એ ટ્રક નં જીજે ૧૦ એક્સ ૯૬૯૮ ના ચાલકની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યું છે કે મોરબીની મહેન્દ્રનગર ચોકડીથી માળીયા ફાટક તરફ જવાના રસ્તા ઉપર સમર્પણ હોસ્પિટલ પાસેથી તે પોતાના હવાલા વાળી છકડો રીક્ષા નં જીજે ૩ બીએક્સ ૬૦૨૯ લઈને જતો હતો ત્યારે તેનો કૌટુંબિક ભાઈ  રૂખડ શૈલેષભાઈ દેલવાડીયા (૧૩)  રિક્ષામાં પાછળના ભાગે બેઠો હતો ત્યારે ટ્રક ચાલકે પાછળથી રિક્ષાને ટક્કર મારી હતી જેથી રીક્ષા પલટી મારી જતા રૂખડને ગંભીર ઈજા થઈ હોવાથી પ્રાથમિક સારવાર મોરબીમાં આપ્યા બાદ વધુ સારવાર માટે રાજકોટ લઈ ગયા હતા જોકે સારવાર કારગત નહીં નિવડતા તે બાળકનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં રીક્ષા ચાલકે ટ્રકના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી છે.

મારમારીમાં ઇજા
મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં રહેતા ફરઝાનાબેન અલ્તાફભાઈ કોઠીયા (૨૫) નામની મહિલાને તેના ઘરે મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને મોરબીમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ ઇજાગ્રસ્ત મહિલાને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવામાં આવેલ છે અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બનાવની આગળની તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા હોવાનું બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતેથી જાણવા મળ્યું છે.






Latest News