મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો


SHARE







મોરબીના જેતપર ગામે પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને બે શખ્સોએ લાકડી વડે માર માર્યો

મોરબી તાલુકાના જેતપર ગામે મકાનની આગળના ભાગમાં આવેલ પોતાના પ્લોટમાં દિવાલ બનાવતા યુવાનને રોકીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી ગાળો આપીને લાકડીના ધોકા વડે માર મારવામાં આવ્યો હતો જેથી ઇજા પામેલા યુવાને સારવારમાં ખસેડવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને બે શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના જેતપર ગામે રહેતા અને મજૂરી કામ કરતા વિક્રમભાઈ સવશીભાઈ માલણીયા જાતે દેવીપૂજક (૨૫)એ હાલમાં જુસબભાઈ નથુભાઈ કૈઇડા અને મહેબુબભાઇ રહે. બંને જેતપર વાળાની સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેણે જણાવ્યું છે કે ફરિયાદી પોતાના મકાન આગળ આવેલ પોતાની જમીનના પ્લોટમાં દિવાલ બનાવતો હતો ત્યારે આરોપીએ ત્યાં આવીને “આ પ્લોટ મારો છે” તેવું કહીને બોલાચાલી કરી હતી અને ગાળો આપીને જુસબભાઈ નથુભાઈ કૈઇડાએ લાકડીના ધોકા વડે ફરિયાદી યુવાનને ડાબા પગમાં માર માર્યો હતો અને બંને આરોપીઓએ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી કરીને ભોગ બનેલા વિક્રમભાઈએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે બે શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

અકસ્માતમાં ઇજા
વાંકાનેર તાલુકાના પલાસડી ગામે રહેતા તન્જીમભાઈ ઇસ્માઈલભાઈ વકાલીયા (૨૫) નવસારીના જલાલપુર પાસે આવેલ રેસમાં ચોકડી પાસેથી એક્ટિવા લઈને જતા હતા ત્યારે અજાણ્યા ટ્રકના ચાલકે હડફેટે લેતા ઇજા થઈ હતી જેથી ઈજા પામેલ યુવાનને સારવાર માટે મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા છે અને આ બનાવની સ્થાનિક બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News