મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામે પ્રવીણ સાથે મિત્રના ન રાખવાનું કહીને બે યુવાનોને ત્રણ શખ્સોએ માર માર્યો


SHARE







મોરબીના ઘૂટું ગામે પ્રવીણ સાથે મિત્રના ન રાખવાનું કહીને બે યુવાનોને ત્રણ શખ્સોએ માર માર્યો

મોરબીના ઘુટુ ગામે દાડમાદાદાના મંદિર પાસે ઘર નજીક શેરીમાં ઉભેલા યુવાન અને તેના મિત્રને પ્રવીણ સાથે મિત્રતા ન રાખવાનું કહીને બેફામ ગાળો આપવામાં આવી હતી અને ત્રણ શખ્સો દ્વારા લાકડી વડે તે બંનેને માર મારવામાં આવ્યો હતો જેથી કરીને ઈજા પામેલા યુવાનોને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને ત્યાર બાદ ભોગ બનેલા યુવાને ત્રણ શખ્સોની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બનાવની જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે દાડમાદાદાના મંદિરની પાછળના ભાગમાં રહેતો સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયા (૨૩) તેના રહેણાંક મકાન પાસે તેના મિત્ર નરેશભાઈ સાથે શેરીમાં ઉભા હતા ત્યારે ત્યાં આરોપી રવિ પરસોતમ માનેવાડીયા, રવિભાઈ અશોકભાઈ વરાણીયા અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા રહે. બધા ત્રાજપર વાળા આવ્યા હતા અને પ્રવીણની સાથે મિત્રતા ન રાખતા તેવું કહીને બંનેને બેફામ ગાળો આપી હતી ત્યારબાદ ત્રણેય શખ્સો પોતાના હાથમાં લાકડી લઈને આવ્યા હોય ફરિયાદી સુનિલભાઈ જોગડીયા તથા તેના મિત્ર નરેશભાઈને માર માર્યો હતો ત્યારે નરેશભાઈને શરીરે અને નાક ઉપર ઇજા થઈ હતી અને ફરિયાદીને પણ શરીરને મુંઢ માર માર્યો હતો જેથી બંને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને સારવાર લીધા બાદ સુનિલભાઈ જયંતીભાઈ જોગડીયાએ હાલમાં રવિભાઈ પરસોત્તમભાઈ માનેવાડિયા, રવિભાઈ અશોકભાઈ વરાણીયા અને રાહુલભાઈ રાજુભાઈ દુદકિયા સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.
અકસ્માતમાં ઇજા
મોરબી નજીકના નીચી માંડલ ગામે નવા પ્લોટ વિસ્તારમાં રહેતો મૌલિકભાઈ રતિલાલ કુંડારીયા (૩૦) નામનો યુવાન આદરણા ગામ પાસેથી પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેનું બાઇક છોટાહાથી સાથે અથડાતા અકસ્માત\નો બનાવ બન્યો હતો અને તેમાં ઈજા પામેલા મૌલિકભાઈ કુંડારીયાને સારવાર માટે અર્ધ બેભાન હાલતમાં મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવમાં ઇજા પામેલા યુવાનને સારવાર આપ્યા બાદ હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના જે.પી. વસીયાણી ચલાવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.






Latest News