મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીમાં આપ, એબીવીપી, એકતા એજ લક્ષ્ય સંગઠન સહિતની સંસ્થાઓ દ્વારા શહિદદિને શહીદોને પુષ્પાંજલિ


SHARE







મોરબીમાં આપ, એબીવીપી, એકતા એજ લક્ષ્ય સંગઠન સહિતની સંસ્થાઓ દ્વારા શહિદદિને શહીદોને પુષ્પાંજલિ

મોરબી શહેરમાં જુદીજુદી સંસ્થાઓ દ્વારા શાહિદ દિનની ઉજવણી કરવામાં આવી હતી અને મોરબીના ગાંધીચોકમાં તેમજ નવા બસ સ્ટેશન પાસે આવેલ શાહિદ વિરોની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.


આમ આદમી પાર્ટી

મોરબી જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા દેશની આઝાદી માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર અમર ક્રાંતિકારી ભગતસિંહ, સુખદેવ, રાજગુરુના બલિદાન દિવસ પર મશાલ પદ યાત્રા યોજવામાં આવી હતી અને ક્રાંતિવીરની પ્રતિમાને હારતોરા કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જેમાં જિલ્લા પ્રમુખ ગિરીશભાઈ પેથાપરા અને યુવા નેતા પંકજભાઈ રાણસરિયા સહિત તમામ હોદેદારો, આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

શ્રી સજનપર પ્રા. શાળા
ટંકારા તાલુકાની  શ્રી સજનપર પ્રા. શાળામાં શાહિદ દિનની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારત માતાની રક્ષા કાજે  શાહિદ થયેલા ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને સજનપર પ્રા. શાળાના  ધો. ૧ થી ૫ ના બાળકોએ સ્વાતંત્ર્ય સેનાનીઓની વેશભૂષા ધારણ કરી તેના વિચારો રજૂ કર્યા હતા. દેશની આઝાદી માટે શહીદ થયેલા સ્વાતંત્ર્ય સેનાનીઓની બલિદાનની ગાથા શિક્ષકો દ્વારા રજૂ કરવામાં આવી હતી અને સમગ્ર શાળા પરિવાર દ્વારા શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. આ કાર્યક્રમના સુંદર આયોજન બદલ સમગ્ર શાળા પરિવારને આચાર્ય અલ્પેશભાઈ પુજારાએ અભિનંદન પાઠવેલ છે.

મોરબી એબીવીપી
મોરબી એબીવીપી દ્વારા ૨૩ માર્ચ શહીદ દિવસ નિમિતે શહિદોને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ત્યારે એબીવીપીના હોદેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા અને શહીદ દિવસ નિમીતે મોરબી શાખા દ્વારા શહીદોની પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા

એકતા એજ લક્ષ્ય સંગઠન
મોરબી જિલ્લામાં કાર્યરત એકતા એજ લક્ષ્ય સંગઠનની ટીમ દ્વારા ૨૩ માર્ચ બલિદાન દિવસ હોવાથી સનાતની ભાઈઓ દ્વારા વિર પુરુષો ભગતસિંહ, રાજગુરુ, સુખદેવજીને ગાંધી ચોકમાં આવેલ ભગતસિંહની પ્રતીમા ખાતે શ્રધ્ધાંજલી આપવામા આવી હતી.






Latest News