મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીની રીયલ ક્રિકેટ એકેડમી ખાતે ૨૬ મી માર્ચના રોજ અન્ડર-૧૬ ક્રિકેટરોનું સિલેક્શન કરાશે


SHARE







મોરબીની રીયલ ક્રિકેટ એકેડમી ખાતે ૨૬ મી માર્ચના રોજ અન્ડર-૧૬ ક્રિકેટરોનું સિલેક્શન કરાશે

મોરબીની રીયલ ક્રિકેટ એકેડમી દ્વારા મોરબી જિલ્લાના અન્ડર-૧૬ ક્રિકેટરો માટે સિલેક્શનનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સિલેકશન આગામી તારીખ ૨૬ માર્ચના રોજ કરવામાં આવેશ અને આ સિલેક્શનનો હેતું RPL સિઝન-૧ માં વધુમાં વધુ ક્રિકેટર્સ ભાગ લે તેવો છે.

આગામી તારીખ ૨૬ માર્ચને રવિવારના રોજ સાંજે ૪ થી ૭ વાગ્યા સુધી રીયલ ક્રિકેટ એકેડમી, એસપી રોડ, મોરબી ખાતે સિલેક્શન હાથ ધરવામાં આવશે. આ માટે મોરબી જિલ્લાના વધુમાં વધુ ખેલાડીઓ ભાગ લઈ પોતાની આવડત બતાવે તે માટે અનુરોધ કરાયો છે.

આ સિલેક્શન માટે આવતા ખેલાડીઓએ ફરજિયાત સફેદ ડ્રેસ પહેરવાનો રહેશે. આ ઉપરાંત સાથે જન્મ તારીખનો દાખલો, આધારકાર્ડ અને ૧ ફોટો સાથે લાવવાનો છે અને તા ૧ સપ્ટેમ્બર ૨૦૦૭  પછી જન્મેલા ક્રિકેટરો જ આ સિલેક્શનમાં ભાગ લઈ શકશે. અને વધુ માહિતી માટે ૯૯૯૮૩ ૧૩૮૮૫ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે






Latest News