મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પાલિકાનું ચાલુ વર્ષનું બજેટ પ્રોસિડિંગ અધ્ધરતાલ, નવા બજેટ માટે ૨૮ મી બોર્ડ બેઠક !


SHARE







મોરબી પાલિકાનું ચાલુ વર્ષનું બજેટ પ્રોસિડિંગ અધ્ધરતાલ, નવા બજેટ માટે ૨૮ મી બોર્ડ બેઠક !

સામાન્ય રીતે સ્થાનિક સ્વરાજની સંસ્થામાં માર્ચ મહિના સુધીમાં આગામી વર્ષ માટેનું બજેટ મંજૂર કરવામાં આવતું હોય છે અને એવી જ રીતે મોરબી નગરપાલિકામાં વર્ષ ૨૦૨૩-૨૪ ના નાણાકીય વર્ષનું બજેટ મંજૂર કરવા માટે આગામી તા.૨૮ ના રોજ બજેટ બોર્ડ બેઠક બોલાવવામાં આવી છે અને તેમાં અન્ય કોઈ એજન્ડા લેવામાં આવ્યા ન હોવાનું હાલમાં જાણવા મળી રહ્યું છે

મોરબી નગરપાલિકામાં વર્ષ ૨૦૨૨-૨૩ નું જે બજેટ સર્વાનુમતે પાલિકાના ચૂંટાયેલા ભાજપના બાવન સભ્યો દ્વારા મંજૂર કરવામાં આવ્યું હતું તે બજેટના પ્રોસિડિંગને અત્યાર સુધીમાં મોરબી નગરપાલિકામાં મળેલ બે જનરલ બોર્ડની અંદર મૂકવામાં આવેલ છે જોકે, પ્રથમ વખત તે એજન્ડાને સર્વાનુમતે બોર્ડમાં નામંજૂર કરવામાં આવ્યો હતો ત્યારબાદ અધિકારી પાસે જઈને ખાનગીમાં તે એજન્ડાને પેન્ડિંગ રાખવામાં આવ્યો હતો અને ત્યારબાદ છેલ્લે મળેલા જનરલ બોર્ડની અંદર પણ આ એજન્ડાને લેવામાં આવ્યો હતો જોકે તેમાં પણ પાલિકાના ચૂંટાયેલા સભ્યો દ્વારા તે બજેટના પ્રોસિડિંગને બહાલી આપી નથી અને તેને પેન્ડિંગ રાખવામાં આવેલ છે

એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન જે બજેટ સર્વાનુમતે મંજુર થયું હતું તેના બજેટના પ્રોસિડિંગને હજુ સુધી પાલિકાના જનરલ બોર્ડમાં બહાલી આપવામાં આવી નથી અને આગામી તા. ૨૮ ના રોજ મોરબી નગરપાલિકાના વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટ માટે જનરલ બોર્ડની બેઠક બોલાવવામાં આવેલ છે અને તેમાં બજેટ સિવાય અન્ય કોઈ એજન્ડા લેવામાં આવ્યા નથી. તેવું જાણવા મળી રહ્યું છે જોકે, અત્યાર સુધી મોરબીના લોકોને રિવર ફ્રન્ટ, સાઇકલ ટ્રેક સહિતના ઘણા હથેળીમાં ચાંદ દેખાડવામાં આવ્યા છે તે પ્રકારની કોઈ યોજના આગામી સમયમાં સાકાર કરવામાં આવશે કે કેમ તે સૌથી મોટો સવાલ અહીં ઊભો થઈ રહ્યો છે અને આ બજેટમાં મોરબીના લોકોને કશું નવું મળશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે






Latest News