મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

વિશ્વ ચકલી દિવસે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદમાં ૧૦ હજારથી વધુ ચકલી ઘર-કુંડાનું વિતરણ


SHARE







વિશ્વ ચકલી દિવસે ફ્રેન્ડસ યુવા સેવા ગ્રુપ દ્વારા હળવદમાં ૧૦ હજારથી વધુ ચકલી ઘર-કુંડાનું વિતરણ

ફ્રેન્ડ્સ યુવા સેવા ગ્રુપ હળવદ જેનું નામ મુખ પર આવતા જ હળવદમાં જરૂરિયાત લોકોને ચહેરા પર ખુશી આવી જતી હોય છે ત્યારે આ ગ્રુપ દ્વારા વિશ્વ ચકલી દિવસ નિમિત્તે દર વર્ષની જેમ લુપ્ત થતી ચકલીઓની પ્રજાતિઓને બચાવવા જે અભિયાન હાથ ધરવામાં આવ્યું છે તે અંતર્ગત આ યુવાનો દ્વારા ૫૦૦૦ નંગ ચકલી ઘર તેમજ ૫૦૦૦ નંગ પક્ષીઓને પીવાના પાણીના કુંડા તેમજ ૧૦૦૦ થી વધુ ચણના પેકેટનું નિ:શુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.

આ યુવાનો દ્વારા ચકલીઓની લુપ્ત થતી પ્રજાતિઓને બચાવવા છેલ્લા સાત વર્ષની અંદર એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં યુવાનો દ્વારા લોકો પાસેથી દાન ફાળો એકત્રિત કરી આ કાર્યક્રમ યોજવામાં આવે છે આ વર્ષે પણ ચકલી ઘરના એકમાત્ર દાતા રસિકભાઈ પટેલ તેમજ વાલજીભાઈ ધરમશી ભાઈ પટેલ રહ્યા હતા તેમજ પીવાના પાણીના કુંડાઓ માટે અનેક નામિ અનામી દાતાઓના સહયોગથી લોકોના સહકારથી સફળતાપૂર્વક ૧૦ હજારથી વધુ ચકલી ઘર તેમજ પાણીના કુંડાનું નિશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.તેમજ  લકીભાઇ તરફથી ચકલી માટે ચણ કીટ આપવામાં આવી હતી અને આ કાર્યક્રમમાં યુવા ફ્રેન્ડસ ગ્રુપના આગેવાનો સભ્યો સહિતનાઓએ હાજરી આપી મારે જેહમત ઉઠાવી હતી.






Latest News