મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયાના બેસણા સાથે રક્તદાન કેમ્પ યોજાયો મોરબી તાલુકાના એન.ડી.પી.એસ.ના ગુન્હામાં એસ.ઓ.જી.ની ટીમે આરોપીને દબોચ્યો મોરબીના જેતપર ગામે હનુમાનજી મંદિરનું પુનર્નિર્માણ કરાયું, સામાજિક સમરસતાનો ત્રિવિધ કાર્યક્રમ યોજાયો અપમૃત્યુના 4 બનાવ: હળવદ-માળીયા તાલુકામાં પાણીમાં ડૂબી જવાથી બે લોકોના મોત, અરણીટીંબા ગામે ઝેરી દવા પી ગયેલ બાળકનું સારવારમાં મોત: વાંકાનેરમાં ઉલ્ટી બાદ વૃદ્ધનું મોત મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ૨૬મી એપ્રિલે મતદાન: ૮૬૧ મતદાન મથકો નિર્ધારિત કરાયા મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી સંદર્ભે કલેક્ટરના અધ્યક્ષસ્થાને નોડલ અધિકારીઓની સમીક્ષા બેઠક યોજાઈ મોરબી જીલ્લામાં મહાપાલિકા, જિલ્લા-તાલુકા પંચાયત અને પાલિકાઓની ચૂંટણી પારદર્શી વાતાવરણમાં સંપન્ન કરવા તંત્ર સજ્જ મોરબી જિલ્લામાં ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ: ૩૦ એપ્રિલ સુધી હથિયારબંધી
Breaking news
Morbi Today

મોરબીના આમરણ નજીક ડબલ સવારી બાઇક ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં


SHARE











મોરબીના આમરણ નજીક ડબલ સવારી બાઇક ટ્રક સાથે અથડાતા ઇજાગ્રસ્ત મહિલા સારવારમાં

મોરબીના આમરણ ગામની રહેવાસી મહિલા પતિ સાથે બાઈકમાં બેસીને જતા હતા ત્યારે આમરણ નજીક તેઓનું બાઈક ટ્રક સાથે અથડાતા ઈજાઓ થતા મહિલાને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા.

મોરબી તાલુકાના આમરણ જોડીયા ગામે મેઇન બજારમાં રહેતા ક્રિષ્નાબેન દેવરામભાઈ કુબાવત નામના ૫૫ વર્ષીય આધેડ મહિલાને વાહન અકસ્માતના બનાવમાં ઈજા પહોંચતા તેમને અત્રેની આયુષ હોસ્પિટલે સારવાર માટે લાવવામાં આવ્યા હતા તા.૧૯ ના બપોરના ૨:૩૦ વાગ્યાના અરસામાં ક્રિષ્નાબેન કુબાવત તેમના પતિ સાથે બાઈકમાં બેસીને આમરણ ગામેથી અંબાલા ગામ તરફ જતા હતા ત્યારે આમરણ નજીક પેટ્રોલ પંપની પાસે તેઓના બાઇકને કોઈ અજાણ્યા ટ્રકે હડફેટે લીધું હતું જે બનાવમાં હાથના ખભાના ભાગે તથા માથાના ભાગે ઇજાઓ થવાથી ક્રિષ્નાબેન કુબાવતને સારવાર માટે મોરબી લાવવામાં આવ્યા હતા બનાવની હોસ્પિટલ સત્તાવાળાઓ દ્વારા તાલુકા પોલીસમાં જાણ કરાતા હાલ તાલુકા પોલીસ મથકના વિજયભાઈ ડાંગર દ્વારા નોંધ કરીને આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના શનાળા રોડ ઉપર બનાવવામાં આવેલ ઓવરબ્રિજના છેડા પાસે વિરાટ એક્સપ્રેસ હોટલ નજીકથી આનંદનગર પાસે ગુલાબનગરમાં રહેતા ભારતીબેન સંજયભાઈ ગોહિલ જાતે દરજી (ઉમર ૩૭) પોતાનું એકટીવા નંબર જીજે ૩ એચસી ૯૭૦૪ લઈને જઈ રહ્યા હતા ત્યારે કાર નંબર જીજે ૩ કેપી ૯૦૧૩ ના ચાલકે તેઓના એકટીવાને ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માત બનાવ બન્યો હતો અને તેમાં ફરિયાદી ભારતીબેનને માથાના પાછળના ભાગે તથા શરીરે ઇજાઓ થઈ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઇ આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભારતીબેન ગોહિલે હાલમાં કાર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

બાઇક સ્લીપ થતા ઇજા

મોરબીના બાયપાસ રોડ પાસે આવેલ સરદારનગરમાં રહેતા કાંતાબેન પ્રવીણભાઈ સીણોજીયા (ઉમર ૫૨) બાઈકમાં પાછળના ભાગે બેસીને અવધ સોસાયટી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં તઓનું બાઈક સ્લીપ થઈ જતા તેઓ નીચે પડી ગયા હતા જેથી કાંતાબેનને ઇજાઓ થઇ હોવાથી તેમને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને અકસ્માતના આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News