મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબી પાંજરાપોળમાં રવિવારે સાંજે ચારેય ધારાસભ્યોનું કરાશે સન્માન


SHARE







મોરબી પાંજરાપોળમાં રવિવારે સાંજે ચારેય ધારાસભ્યોનું કરાશે સન્માન

મોરબીના સરતાનપર રોડ ઉપર આવેલ પાંજરાપોળ ખાતે ટ્રસ્ટીઓ દ્વારા રવિવારે સાંજે ૪ વાગ્યે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં મોરબી જિલ્લાના ચારેય ધારાસભ્યોનું સન્માન કરવામાં આવશે તેવું ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજા (બોસ)એ માહિતી આપતા જણાવ્યુ છે

મોરબીની પાંજરાપોળમાં ૪૫૦૦ જેટલા અબોલ જીવનું જતન કરવામાં આવી રહ્યું છે ત્યારે ત્યાંના ટ્રસ્ટી વેલજીભાઇ ખોડાભાઈ ઉઘરેજાએ જણાવ્યુ હતું કે, મોરબી જિલ્લાના ધારાસભ્યો કાંતિભાઈ અમૃતિયા, પ્રકાશભાઈ વરમોરા, જીતુભાઈ સોમાણી અને દુર્લભજીભાઈ દેથરિયાના સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે તેની સાથે ગૌવંશ દર્શન અને વન દર્શન રાખવામા આવેલ છે અને બજરંગ ધૂન મંડળનો ભજનનો કાર્યક્રમ પણ રાખવામા આવેલ છે આ સન્માન કાર્યક્રમમાં સાંસદ મોહનભાઈ કુંડારીયા, સાંસદ વિનોદભાઈ ચાવડા તેમજ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ કવાડીયા સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ ટ્રસ્ટીઓ સહિતના જહેમત ઉઠાવી રહયા છે






Latest News