મોરબીમાં નવું ફાયર સ્ટેશન-બાગ બગીચા સહિતના વિકાસ કામોને ઝડપથી પૂરા કરવા સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં અધિકારીને અપાઈ સૂચના મોરબીમાં ચેક રીર્ટન કેસમાં આરોપીને નિર્દોષ છોડી મુકવાનો કોર્ટનો મહત્વપુર્ણ ચુકાદો મોરબીમાં શ્રાવણ મહિનાના તમામ સોમવાર અને જન્માષ્ટમીએ કતલખાના બંધ રાખવા આદેશ મોરબી મહાપાલિકાના સિવિક સેન્ટરમાં અધિકારીએ કરેલ અપમાનજનક વર્તનથી કંટાળીને 7 કર્મચારીઓનું સામૂહિક રાજીનામુ મોરબીના મકનસર ગામે લોંગ ટર્મ વીઝા ધારક પાકિસ્તાની નાગરિકો માટે કેમ્પ, અધ્યયન મંડળ દ્રારા શનિવારે બૌદ્ધિક વર્ગનું આયોજન મોરબી તાલુકામાંથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં મુખ્ય આરોપીને 20 વર્ષની સજા, 25 હજારનો દંડ: 4 આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી ગ્રાહક સુરક્ષા મંડળે કેશ કરતાં ફ્રી માં કાર વ્યવસ્થિત કરી આપવા હુકમ લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા સી.એમ.જાકાસણીયા હાઈસ્કૂલ જેતપર (મચ્છુ) ખાતે સ્વચ્છતા તથા વ્યસન અને નશામુક્તિ અભિયાન પ્રોજેક્ટ
Breaking news
Morbi Today

મોરબીના શિક્ષિકાને નારી ગરીમાં પુરસ્કારથી પુરસ્કૃત કરાયા


SHARE







મોરબીના શિક્ષિકાને નારી ગરીમાં પુરસ્કારથી પુરસ્કૃત કરાયા

ટંકારા તાલુકાના લખધીરનગર શાળામાં ફરજ બજાવતા જીવતીબેન પીપલીયાનો પરિબાઈની પાંખે બાળ કાવ્ય સંગ્રહ પ્રકાશિત થઈ ચૂક્યો છે  અને હાથીભાઈની જય હો બાળવાર્તા સંગ્રહ સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત કરવામાં આવ્યો છે ત્યારે વધુ એક વખત એશિયા ખંડની સૌથી મોટી લાઇબ્રેરી કે જે પુસ્તકાલય અમદાવાદના સભાખંડમાં કાવ્ય કીટલી અને પોઝિટિવ જીંદગી દ્વારા સાહિત્ય ક્ષેત્રે કાર્યરત છે. આ સંસ્થા દ્વારા મહિલાઓને નારી ગરિમા એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા જેમાં ટંકારા તાલુકાના લખધીરગઢ પ્રાથમિક શાળાના શિક્ષિકા જીવતીબહેન પીપલીયાને નારી ગરિમા એવોર્ડ સાહિત્ય અકાદમીના ભૂતપૂર્વ અધ્યક્ષ (પદ્મશ્રી) વિષ્ણુભાઈ પંડ્યા તેમજ શ્રદ્ધાબેન ત્રિવેદીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યો હતો, આ મોંઘેરા ઉપહારને જાણીતા લેખક નટવરભાઈ ગોહેલ, સાંકળચંદ પટેલ તેમજ અવિનાશ ભાઈ પરીખના આશિષ મળ્યાં હતા આમ જીવતીબેન પીપલીયા નારી ગરીમાં પુરસ્કાર થી પુરસ્કૃત થતાં મોરબીના ગૌરવમાં વધારો થયો છે.






Latest News