મોરબીની ત્રાજપર ચોકડી પાસેથી 49.380 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો: 1.53 લાખનો મુદ્દામાલ કબજે વાંકાનેરના સમથેરવા ગામે એક કરોડના અનુદાનથી આધુનિક સુવિધાઓથી સજ્જ પ્રાથમિક શાળા માટે MOU કરાયા માળીયા (મી)ના ભોળીપાટ વાંઢ વિસ્તારમાં શાળાના બે રૂમ બનાવવા માટે ૧૩૦૦ ચો.મી.જમીન આપનારા દાતાનુ કરાયું સન્માન મોરબી નજીકના રવાપર ગામે રોડ વચ્ચે કરવામાં આવેલ ખાડામાં સ્કૂટર સહિત માતા-પુત્રી પડ્યા: કોઈ જાનહાનિ નહી મોરબી નજીકના મહેન્દ્રનગર ગામેથી યુવતી ગુમ મોરબી જવાહર નવોદય વિદ્યાલયમાં ધો. ૧૧ (વિજ્ઞાન-વાણિજ્ય પ્રવાહ) માં પ્રવેશ માટે ૨૫ જૂન સુધીમાં અરજી કરી શકાશે મોરબી જીલ્લામાં બાળકોના સર્વાંગી પોષણ અને ઉજ્જવળ ભવિષ્યનો મજબૂત સ્તંભ એટલે પીએમ પોષણ યોજના મોરબી: સેના-પોલીસ ભરતી પૂર્વેની વિનામૂલ્યે નિવાસી તાલીમ માટે મોરબી જિલ્લાના યુવાનોએ ૩૦ જૂન સુધીમાં અરજી કરવી
Breaking news
Morbi Today

મોરબી પ્રસંગમાં આવેલ મહિલાના પાંચ તોલા સોનાના દાગીના સહિત ૨.૫૮ લાખના મુદામાલની ચોરી


SHARE











મોરબી પ્રસંગમાં આવેલ મહિલાના પાંચ તોલા સોનાના દાગીના સહિત ૨.૫૮ લાખના મુદામાલની ચોરી

વેરાવળમાં રહેતી મહિલા તેની બહેન અને દીકરી સાથે મોરબીમાં તેના સંબંધીના ઘરે પ્રસંગમાં આવી હતી અને તે મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે રૂમમાં રોકાયા હતા અને ત્યાં પોતાનો સામાન ચેક કર્યો ત્યારે તેમાંથી સોનાના દાગીના તથા રોકડા રૂપિયા મળીને ૨.૫૮ લાખના મુદામાલની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું જેથી કરીને મહિલાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી વિગત પ્રમાણે વેરાવળમાં રહેતા તેજલબેન અમિતભાઈ વેલાણી જાતે વાણીયા (૪૨)એ પોતાની મોટી બહેન નેહા અને દીકરી સાથે મોરબીમાં તેઓના સંબંધીને ત્યાં લગ્ન પ્રસંગમાં આવવા માટે ઘરેથી નીકળ્યા હતા અને વેરાવળથી તેઓ ટ્રેનમાં રાજકોટ સુધી આવ્યા હતા અને ત્યારબાદ રાજકોટ આરએમસી ચોક ખાતેથી ઇકો ગાડીમાં બેસીને મોરબી જુના બસ સ્ટેન્ડ સુધી આવ્યા હતા અને ત્યારે તેઓએ પોતાની બે ટ્રોલી બેગ પાછળની સીટમાં રાખી હતી અને તેઓ વચ્ચે બેઠા હતા અને ત્યારબાદ તેઓ જુના બસ સ્ટેન્ડથી રીક્ષા પકડીને મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ત્રિમંદિર ખાતે ગયા હતા જ્યાં તેઓએ રૂમ બુક કરાવ્યો હતો અને ત્યાં ફ્રેશ થઈને તેઓ જમવા ગયા બાદ પોતાના સામાનને ચેક કરતા તેમાંથી સોનાના દાગીનામાંથી સોનાની એક જોડી બુટ્ટી અને બે નંગ સોનાના પાટલા આમ કુલ મળીને પાંચ તોલા સોનાના દાગીના જેની કિંમત અંદાજે અઢી લાખ રૂપિયા તથા પર્સમાં રહેલ રોકડા ૩૦૦૦ આમ કુલ મળીને ૨.૫૮ લાખની કિંમતના મુદ્દા માલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી છે જેમાં તેને જણાવ્યું છે કે ઇકો કારનો ચાલક મુનાફ અને ઇકો કારમાં પેસેન્જર બેસાડનાર એજન્ટ બ્રિજેશ તથા ઇકો કારમાં પાછળના ભાગે બેસેલ અજાણ્યા ચાર પેસેન્જર ઉપર તેઓને ચોરીની શંકા છે જેથી કરીને હાલમાં મહિલાએ નોંધાવેલ ફરિયાદ આધારે મોરબી તાલુકા પોલીસ દ્વારા ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરવામાં આવી છે

જુગાર

વાંકાનેર માર્કેટયાર્ડ પાસે વરલી જુગારના આંકડા લેવામાં આવતા હોવાની બાતમી મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા જુગારની રેડ કરવામાં આવતા સદ્દામ અલાઉદ્દીનભાઈ અન્સારી જાતે મુસ્લિમ (૨૬) રહે. ભાટિયા સોસાયટી વાંકાનેર વાળો વરલી જુગારના આંકડા લેતા મળી આવ્યો હોય પોલીસે ૨૧૧૦ રૂપિયાની કિંમતની રોકડ કબજે કરી હતી અને તેની સામે જુગારધારા હેઠળ આગળની કાર્યવાહી કરી છે






Latest News